________________
આ વખતે તે સર્વની આગળ હતા. તેને ઘડાએ દરવાજામાં પગ મૂકતાં જ શસ્ત્રાગારમાં સર્વાંગકવચ અને શિરસ્ત્રાણુ અને પિતાની મેળે જ જમીન ઉપર પછડાયાં. તે સાથે જ એક ગર્જના કરતે ભયંકર અને હૃદયભેદક અવાજ દુર્જન અને રણમલના સાંભળવામાં આવ્યું. તે સાંભળતાંજ એકદમ તે બન્નેનાં મુખ ઉતરી ગયાં. સજનસિંહ પણ ચમક્યું અને ત્યાં એકત્ર થએલા તમામ લોકો તથા ઘેડેસ્વારે ભય અને આશ્ચર્યથી ચકિત થઈ એક બીજા તરફ જોવા લાગ્યા!
તે અવાજ સજજનસિંહના સાંભળવામાં આવતાં જ-વૃદ્ધ રણમલે થોડાં વર્ષો પહેલાં કિલ્લામાં બનેલા બનાવની જે ભયંકર અને સંપૂર્ણ હકીક્ત કહી સંભળાવી હતી તે તમામ હકીકત તેની દષ્ટિ સમક્ષ આવીને ખડી થઈ. તે સમયથી જ સજજનસિંહ માનવા લાગ્યો હતો કે આ ચ મકારિક બનાવ બને તે ભવિષ્યમાં આવનારી કઈક ભયાનક આ ફતની સુચના આપનાર છે. તેણે એકદમ રણમલ તરફ જોયું પણ તે વૃદ્ધ વાંદરાએ સજન પિતાની તરફ જુએ છે, એમ જાણતાં જ, પિતાના ચહેરામાં બિલકુલ ચળાવિચળ થવા દીધી નહિ. આખરે તમામ મનુષ્યો દૂર્ગમાં જઈ પહોંચ્યા.
પ્રકરણ ૧૨ મું.
વીજલની મદદ તે દિવસે દુર્ગમાંના સર્વે લોકોને-કિલાના માલેકના આવવાથી બધાને બહુજ આનંદ થયે અને તેમ થાય એ સ્વાભાવિક જ હતું; પરંતુ તરતમાંજ થએલા અકસ્માતથી અને અચાનક બનેલા ભયંકર બનાવથી સર્વનાં ચિત્ત અશાંત થઈ ગયાં હતાં. કેટલાંક વર્ષો પહેલાં તે કિલ્લાના મહુમ માલેકે દૂર્ગમાં પ્રવેશ કર્યો ત્યારે પણ એવો જ ભયાનક બનાવ બન્યો હતો અને તેનું પરિણામ પણ બહુ જ ભયંકર અને
ચનીય આવ્યું હતું. એ વાત વર્ષોના વર્ષો વીતી ગયાં હતાં છતાં તે તેઓ ભૂલ્યા નહોતા. સાયંકાળે ભજનની સર્વ તૈયારી થઈ સર્વે લોક ભેજન કરવા એકઠા થયા. ત્યારે સરદાર સજજનસિંહે ચંદ્રસિંહને પ્રભાને બોલાવી લાવવા મોકલ્યો. ત્યાર પછી દુર્જનસિંહ કહ્યું-“સરદાર સજજનસિંહજી ! આજે મારા મનમાં જરા પણ ઉસાહ નથી. આજે ઘણાં વર્ષો પછી અહીં આવતાં રસ્તામાંના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com