________________
નહિ. લલિત તેની યોગ્યતા યાદ કરી વિનયથી તેને નમતે. લલિત તરફ સરદાર સજ્જનસિંહની વર્તણુક પિતાના પુત્ર કરતાં ઉલટી જ હતી. તે હજુ પણ તેની સાથે પ્રેમપૂર્વક વાતચિત કરતો હતો, પણ તે ભાષણમાં નકામી સાવચેતી બહુ રાખતા. જ્યારથી લલિતને પિતાના ઓરડામાંજ ભોજન કરવાની સજા થઈ ત્યારથી પ્રભાવતીની મુલાકાત તેને થઈ નહિ. હમણાં હમણાં પ્રભાવતી ભાગ્યેજ પિતાના ઓરડામાંથી બહાર નિકળતી અને જ્યારે તે બહાર ફરવા જતી ત્યારે તેના પિતા અથવા ભાઈ તેની સાથે જતા. વીજલ વિગેરે કરે તેની સાથે પહેલાંની જેમજ વર્તતા. વૃદ્ધ સરદારની તેના ઉપર ઇતરાજી થઈ તે રાત્રે તેણે જેએલ ચમત્કારિક દેખાવ કે તેવીજ કઈ વાત તેણે પુનઃ અનુભવી નહિ. તે વિષય ઉપર લલિતે ઘણા ઘણું વિચારે કર્યા પણ તે ચમત્કારિક રહસ્યની બાબતમાં તે કાંઈ પણ જાણી કે સમજી શક્યો નહિ.
લલિતસિંહ એક બાબતમાં બહુજ દુઃખી હતો. દિવસને ઘણો ભાગ તે પ્રભાવતીના વિચારમાં વિતાવતે. તેના સુખ સમાગમમાં વીતાવેલા દિવસનું તેને ઘડી ઘડી મરણ થતું અને તેથી તેનું હૃદય દુ:ખથી વ્યાપ્ત થઈ જતું. ઘણા દિવસ થયા છતાં તેની તરફના કદ પણ સમાચાર તેને ન મળવાથી દિવાના જેવી તેની સ્થિતિ થઈ ગઈ હતી. પિતે અત્યારે અહીં બેઠે છે, આ સમયે તે શું કરતી હશે? , તે દુઃખમાં હશે કે સુખમાં? તે કોઈ વાર પિતાની બાબતમાં વિચાર " કરતી હશે કે કેમ? તેને મારી અત્યારની સ્થિતિ માટે દુઃખ થતું હશે કે નહીં? આવા પ્ર તે પિતાના મનને પૂછી દિવાનાની જેમ વિચાર, વિચાર ને વિચાર કર્યા કરતા.
થોડા દિવસ પહેલાં જ વજલે કિલ્લાનો માલેક ડા દિવસમાં અહીં આવનાર છે, એવી ખબર તેને આપી હતી પણ તે શા માટે આવનાર છે, તેની તેને ખબર નહોતી. તેના આવવાનું ખરૂં કારણ સરદાર સર્જનસિંહ, ચંદ્રસિંહ, પ્રભાવતી અને તેની સાહેલી મધુરી એ ચાર જણા જ જાણતા હતા અને તેઓએ તે છુપું રાખ્યું હતું. પિતાના પરમપ્રેમનું પવિત્ર સ્થાન પ્રભાવતીને દુર્જનસિંહ સાથે સત્વર વિવાહ થવાને છે, એ વાત લલિતની કલ્પનામાં કે સ્વપ્નમાં પણ આવી નહીં. તે બન્નેને વિવાહ થઈ જાય ત્યાં સુધી પિતાને સજન સિંહે કિલ્લામાં રાખી લીધું હતું, એ પણ તેના પર ઉપકાર કરનારને વિચાર તેના જાણવામાં આવ્યો નહે.
વ્હાલા વાંચક! આપણું આ નવલકથાના નાયક્તી થોડી ઘણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com