________________
“એજ કે તમે જે માને છે તે ભૂલ ભરેલું છે. તેઓને એક બીજા પ્રત્યે પ્રેમ ભાઈ-બહેન જે નથી. તેના પ્રેમે તમે કહે છે તેવા પ્રકારના પ્રેમની મર્યાદાને કયારએ ત્યાગ કર્યો છે.”
ચંદ્ર આ તું શું કહે છે? તેના પ્રેમે મર્યાદાને ત્યાગ કર્યો એટલે શું? તે મને સાફ સાફ સમજાવ! ”
અહીં કુમારે થોડાક વિચાર કરીને કહ્યું -“ પિતાજી ! મારા સમજવામાં કદાચ ભૂલ થતી હશે પરંતુ જ્યારે તેવું તેમનું આચરણ મેં મારી નજરોનજર જોયું ત્યારે મને બહુજ આશ્ચર્ય થયું. પ્રથમ તે મને એમજ લાગ્યું કે-આવું આચરણ આપની આજ્ઞાથી જ થતું હશે પરંતુ આપણા અભિમાની કુલશીલને વિચાર મારા મનમાં આવતાં જ આપણું અત્યંત ઉચ્ચકુળમાં જન્મ પામેલી પ્રભાવતી સાથે તે નીચ કુળમાં ઉત્પન્ન થએ લલિત...........
ચંદ્ર ! તારી અલંકારિક ભાષા બંધ કર અને તારે જે કાંઈ કહેવું હોય તે સ્પષ્ટપણે મને કહી સંભળાવ.” સરદાર સજજને બહુ જ તપી જઈને કહ્યું.
પિતાજી! આજે અમે ત્રણે જણ જ્યારે જંગલમાં ગયા હતા ત્યારે હું તે બન્ને જણાઓથી છૂટા પડીને બીજી તરફ નિકળી ગયે. પરંતુ ડીવાર પછી મેં લલિતની પાસે આવીને જોયું તે મને બહુજ અજાયબી ઉત્પન્ન થઈ. મેં તે બન્નેને પરસ્પરના બાહુપાશમાં બદ્ધ થયેલા જોયા! તે વખતે મને એટલો બધો તે ક્રોધ આવી ગયા કે જેથી મારું આખું શરીર બળવા લાગ્યું. તેજ વખતે અને તેજ જગ્યાએ હું તે નીચ-દુષ્ટ અને હરામી લલિતને ત્યાંજ પૂરો કરી નાંખતા પરંતુ આ વાત આપને કહીને પછી જે કાંઈ યોગ્ય લાગે તે કરવું, આવા વિચાર આવવાથી મેં તેવું ઉછાંછળું પગલું લીધું નથી.”
“વારૂ, પછી શું થયું?”
તેમના કાર્ય તરફ મારું બિલકુલ ધ્યાનજ નથી, એમ મે તેઓને દર્શાવ્યું અને અમે પાછા કિલ્લા તરફ આવવા લાગ્યા. ત્યાં વચમાંજ તે વૃદ્ધ રાક્ષસી અમને મળી. તે દુષ્ટાએ પણ તે કાર્યની વિષમતામાં જરા વધારો કર્યો. તેણે તે બન્ને તરફ જોઈને કહ્યું કે“આ દંપતિનું યુગલ બહુ જ શોભે છે. ઇશ્વર ! એમને સદા સર્વદા સુખશાન્તિમાં રાખજે!” તે દૂછીના મુખમાંથી નિકળેલા શબ્દ સાંભળી તેને શિક્ષા કરવા હું તેની ઉપર ધો. પણ એક પળમાંજ તે રાક્ષસી રમણ એકાએક ઝાડીમાં કોણ જાણે કયાએ અપ થઈ ગઈ. ત્યાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com