________________
પણ
તે હાથ નીચે આવે તે પહેલાં જ કોણ જાણે ક્યાંથીએ એકદમ લલિત
ત્યાં આવી પહોંચે અને બે-“મુરબ્બી શ્રી ! સબુર કરો! શાન્ત થાઓ; ઉતાવળા ન બને!! “એટલું કહી તેણે સરદારના હાથમાંથી ખંજર લઈ લીધું !
લલિતને ત્યાં આવે તે વૃદ્ધ સરદાર આશ્ચર્યચકિત થયો છતાં તેની કાંઈ પણ દરકાર ન કરતાં આઝાદર્શક સ્વરે કહ્યું કે-“પ્રભા ! બેલ, તારા શબ્દો ઉપર તારા આ જન્મદાતાની જીદગીનો આધાર છે. માટે બેલ, તું મારી આજ્ઞા પાળીશ કે નહિ?” “
આ વખતે બિચારી મુગ્ધબાલા પ્રભાવતીની બુદ્ધિ હરાઈ ગઈ અને તે અચકાતાં અચકાતા બોલી કે-“પિતાજી! હું તમારી આજ્ઞા પાળીશ!” એમ કહી તે રડતી રડતી પોતાના નિવાસ તરફ ચાલી ગઈ. લલિતસિંહ ત્યાંજ ઉભો હતો. તે આ પિતા-પુત્રિના ગોટાળામાં કાંઈ પણ સમજી શક્યું નહિ. તેમજ આજ્ઞા કેવી અને શાની તે બાબતમાં પણ બિચારે નિર્દોષ યુવક કાંઈ જાણી શક્યો નહિ. તેને સરદારે ત્યાંથી ચાલી જવાની આજ્ઞા કરતાં જ તે પણ પિતાના નિવાસ પ્રત્યે ચાલ્યો ગયે.
તે દિવસે સરદારે રણમલને પોતાની પાસે બોલાવી મંગાવ્યો અને દુર્જનસિંહની પાસે–રાજધાનીમાં–અત્યંત જરૂરને એક પત્ર લઈ, જવા એક છેડેસ્વારને તૈયાર કરવાની તેને આજ્ઞા આપી.
પ્રકરણ ૧૦ મુ.
લલિતસિંહનું સાહસ સરદાર સજજનસિંહની પાસેથી પિતાના ઓરડામાં આવી લલિતસિંહ પિતાના મનમાં જ અનેક પ્રકારના-જુદી જુદી જાતના-વિચારે. કરતા હતા. પરમ દિવસે પ્રભાવતી પાસે પોતાનું હૃદય ખુલ્લું કરી બતાવ . વાનું પોતે જે સાહસ કર્યું તેને માટે રહી રહીને તેના મનમાં આશ્ચર્ય થતું હતું. પિતાની ઉપર તેને જે પ્રેમ છે, તેનું અંતિમ પરિણામ શું આવશે, તે બાબતમાં તેને ચિંતા થતી હતી. કારણ કે સજ્જનસિંહના અભિમાની સ્વભાવથી તે જાણતો હતો. પિતાના આધારે અને પિતાનાજ અન્નથી મેટ થએલે એક નિરાધાર મનુષ્ય એકદમ પિતાની પુત્રીને ચાહે, એ વાત તે ગવટ સરદારને કોઈ કાળે રૂચશે નહીં, એ વાત પણ તેના જાણવામાં હતી. આવા વિચારથી તેની •
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com