________________
તેણે આપણી સાથે બેસીને નહીં પણ પિતાની ઓરડીમાં બેસીને તેણે ભોજન કરવું, એવી હું તેને આજ્ઞા કરીશ. આમાં તારે શું મત છે.?”
“આપના જેવો જ; પણ હવેથી હું તેને બોલાવીશ નહિ કે બોલીશ પણ નહીં.”
“ તને જેમ ઠીક લાગે તેમ કર જે મને હરકત નથી.”
થોડી વાર સુધી તે પિતાપુત્ર લલિતને બોબસ્ત કરવા તેને શિક્ષા કરવા-અનેક વિચાર કર્યા. આખરે સજ્જને પિતાના પુત્રને કહ્યું
ચંદ્ર' હવે તું જા અને પ્રભાને મારી પાસે મોકલી આપ,”
જ તે સાંભળી ચંદ્ર ત્યાંથી ચાલ્યો ગયો. થોડી વારમાંજ ગભાવતી પિતાના પિતા પાસે આવી પહોંચી. પિતાએ શા માટે બોલા. વેલ છે, એ બાબતમાં તેને કુમારે ડીક સૂચના પહેલેથી જ આપી દીધી હતી. આ વખતે પ્રભાના હૃદય પર ભય અને અશનિની છાયા છવાઈ ગઈ હતી. તેનું સુંદર મુખ નિસ્તેજ અને કળાહીન દેખાતું હતું. તે રડતી રડતી પિતાની પાસે આવી અને તેના ગળે બાઝી પડીને બેલી-“પિતાજી ! શું તમે મહારા ઉપર ગુસ્સે થયા છે?”
“ ગાંડીરે ગાંડી ! તારા જેવી આશા ઉઠાવનારી પુરી ઉપર મને કઈ કાળે પણ ગુસે આવશે નહિ. પણ પ્રમા! પ્રથમ મને એટલુંજ જણવ કે લલિતે તારી પાસે કોઈ પણ પ્રકારની પ્રતિજ્ઞા તે નથી કરાવીને.”
ના ના. પિતાજી, તેવું કાંઈ બન્યું નથી, તમે કહે છે તેમાંનું કાંઈ પણ તેણે મારી પાસે કરાવ્યું નથી. પિતાજી! તેને માટે આવે વિચાર મારા મનમાં કવચિત જ આવ્યું હશે. આમાં તેને કોઈ પણ વાંક નથી-સર્વ વાંક મારાજ છે. તેણે અહીંથી ચાલ્યા જવાની વાત મારી પાસે કાઢો અને કહ્યું કે “તારા પિતાશ્રીની કૃપાને દુરૂપયોગ કરીને ઓશિઆળું જીવન ગાળવા કરતાં હું મારી પિતાનીજ હિમ્મત ઉપર મુસ્તાક રહી અહીંથી ચાલી જવા માગું છું. હું મારા જીવનને નિર્વાહ ગમે તે રીતે સુખે કરી લઈશ.” ત્યારે મેં તેને રહેવા માટે બહુ આગ્રહ કર્યો.”
પ્રભા! મારા સાંભળવામાં આવ્યું છે કે તું તેને ચાહે છે. પરંતુ દિવાની છેકરી, હજુ તું નાદાન છે. તેને સારાસારનું ભાન નથી. મેં સાંભળેલી વાત જે ખરી હોય તો મારે કહેવું જ જોઈએ કે તે. તારી એક જાતની બાળચેષ્ટા કે રમત શિવાય બીજું કાંઈ નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com