________________
કે
એક
તિ- વિરહભસાર
{A-૧૭ ચૈત્યવંદન એક એવું ધર્માનુષ્ઠાન છે કે જેને શ્રીગણધરભગવંતોએ સાધુ - સાધ્વીની નિરંતર થતી આવશ્યક ક્રિયામાં ગૂંથી લીધું છે.
આ અનુષ્ઠાનનો મહિમા ગાતાં શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે કે ““શ્રી જિનેશ્વરોનાં ચૈત્યોને વંદન કરવાથી લોકોત્તર કુશલ પરિણામ જાગે છે, તેનાથી આત્માના જ્ઞાનાદિ ગુણોનું આવરણ કરવાના કર્યગ્રહણના અધ્યવસાથી વિરૂદ્ધ છે, તેથી તે વારંવાર કરવા વડે સમસ્ત કર્મનો ક્ષય જેમાં રહેલો છે, એવા પરમ પુરૂષાર્થ મોક્ષનું તે કારણ થાય છે. १ 'यां बुद्धवा किल सिद्धसाधुरखिलव्याख्यातृचूडामणिः । 'संबुद्धः सुगतप्रणीतसमयाभ्यासाचलच्चेतनः यत्कर्तुःस्वकृतौ पुनर्गुरूतया चक्रे नमस्यामसौ ।
को ह्येनां विवृणोतु नाम विवृतिं स्मृत्यै तथाप्यात्मनः ॥ १ ॥ २ 'चैत्यवंदनतः सम्यक् शुभो भावः प्रजायते ।
तस्मात् कर्मक्षयः सर्वः ततः कल्याणमश्नुते ॥ २ ॥ ચૈત્યવંદનની ક્રિયાથી આવું લોકોત્તર ફળ મળે છે. તેનું એકજ કારણ છે કે તે શુભ ભાવની વૃદ્ધિ કરે છે. વિધિપૂર્વક ચૈત્યવંદનની ક્રિયા કરવાથી પ્રશસ્ત ચિત્તનો લાભ થાય છે.
શુદ્ધ ચૈત્યવંદન તેજ કરી શકે કે જેને તેના અર્થનું અને રહસ્યનું સ્પષ્ટ અને વિશદ જ્ઞાન હોય. લલિતવિસ્તરા નામની વૃત્તિમાં વૃત્તિકાર આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ ફરમાવે છે કે :
“ચૈત્યવંદનની ક્રિયામાં શુદ્ધિ લાવવા જરૂરી એવા જ્ઞાનને આપવા માટેનો આ અમારો પ્રયાસ છે.” તેથી આ વિવરણનું મૂલ્ય ચૈત્યવંદનની ક્રિયા જેઓ નિત્ય કરે છે, તેઓ માટે ઘણું વધી જાય છે અને જેઓ આવી મહાન ક્રિયા કરવા માટે પ્રવૃત્તિ કરતા નથી, તેઓને આ કરવાની પ્રેરણા મળે
ચૈત્યવંદનની આ ક્રિયા આજે પણ શ્રી જૈનશાસનમાં હજારો અને લાખો વ્યક્તિઓ નિયમિતપણે કરે છે, તેથી આ ક્રિયા જીવંત છે. પરંતુ તે ભાવિત ચિત્તથી થવી જોઈએ. કેવળ કોલાહલરૂપ ન થવી જોઈએ.
ભાવિત ચિત્તથી આ ક્રિયાને જ શાસ્ત્ર સ્વીકારે છે. કેવળ કોલાહલરૂપ ક્રિયા શાસ્ત્રબાહ્ય ગણાય છે. તેવી ક્રિયા ઉપર વિદ્વાનોને આસ્થા ન રહે તે સહજ છે.
આ ક્રિયાના ગર્ભમાં સ્થાનાદિ યોગો રહેલા છે. એમ જણાવીને પૂ. શ્રી હરિભદ્રસૂરિજીએ તે કેવળ કોલાહલરૂપ છે”. એમ કહેનારનો નિષધ કર્યો છે. અને જે ક્રિયાના ગર્ભમાં સ્થાન, વર્ણ, અર્થ અને
ગુજરાતી અનુવાદક જ