________________
ઉજ
:
:
લિત વિસ્તાર છે. ભારથિ
* (A-૧૫ લેવાનો વિચાર કરેલો પણ આચાર્યે એને દીક્ષા ન આપી અને બજારમાં આવેલ મગ્સની ખરીદી કરવાનો એને સંકેત કર્યો. લલિગે તે પ્રમાણે કર્યું તેથી તેને ઘણો લાભ થયો, તેથી તે હરિભદ્રના કાર્યમાં ઘણી સહાયતા કરતો, હરિભદ્રના ઉપાશ્રયમાં એણે એક એવું રત્ન મૂકી દીધું હતું કે તેના પ્રકાશથી રાત્રે પણ આચાર્ય, ગ્રન્થનિર્માણ કરતા અને ભીત-પાટી આદિ ઉપર લખી નાખતા, જે દિવસમાં લહિયાઓ પાસે પુસ્તક રૂપે લખાવી લેવાતું હરિભદ્ર જ્યારે ભોજન કરવા બેસતા ત્યારે લલિગ તેમને મન ઈચ્છિત ભોજન કરાવતો. ભોજન કર્યા પછી યાચકો હરિભદ્રસૂરિને નમસ્કાર કરતા અને હરિભદ્રસૂરિજી તેમને ભવવિરહ કરવામાં ઉદ્યમી બનો” આવો આશીર્વાદ આપતા, તેઓ પોતાના સ્થાનકે જતા. આ પ્રમાણે હરિભદ્રસૂરિ ભવવિરહસૂરિએ નામથી પ્રસિદ્ધ થયા.
એકવાર બનારસથી વ્યાપારાર્થે આવે વાસુકા શ્રાવક પાસેથી હરિભદ્રસૂરિને વર્ગકેવલીનું મૂલ પુસ્તક મળ્યું અને સંઘના અગ્રેસરોના કહેવાથી તે ઉપર તેમણે વિવરણ લખ્યું પણ પાછળથી તે જ સંઘપ્રધાનોના કહેવાથી વિવરણ રદ કરી નાખ્યું હતું.
શ્રી પ્રભાવક ચરિત્રમાં, હરિભદ્રસૂરિએ મહાનિશીથસૂત્રનો ઉદ્ધાર કર્યો, એમ જણાવ્યું છે.
૧૪૪૪ ગ્રન્થોના નિર્માતા, વાદી, માવચનિક, નૈમિત્તિક, યોગનિષ્ઠ યુગપ્રધાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી ભગવંતની જય હો! શ્રીહરિભદ્રસૂરીશ્વરજીનો સત્તાસમય -
(૧) પ્રથમ મતે વિ.સં.૫૮૫માં શ્રીહરિભદ્રસૂરિનો સ્વર્ગવાસ, એક પ્રાચીન પરંપરાગત ગાથામાં દર્શાવ્યો છે.
(૨) દ્વિતીયમતે શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ પોતાના ગ્રન્થોમાં ઘર્મકીર્તિ, કુમારિ નામનો ઉલ્લેખ કર્યો છે તથા વિશેષાવશ્યકભાષ્યાદિ કર્તા પ્રસિદ્ધ યુગપ્રધાન જિનભદ્રમણિક્ષમાશ્રમણના ગ્રન્થોના અવતરણો પોતાના ગ્રન્થોમાં આપ્યા છે. આ બે હેતુઓથી ઘર્મકીર્તિ, કુમારિલ અને શ્રી જિનભદ્રગણિથી શ્રી હરિભદ્રસૂરીશ્વરજી અર્વાચીન ઠરે છે તેમજ રત્નસંચયપ્રકરણમાં એક બીજી પરંપરાગત ગાથા આપી છે જેમાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજીને વીર સંવત્ ૧૨૫૫(વિક્રમ સવંત ૭૮૫)માં વિદ્યમાન જણાવ્યા છે. પ્રસ્તુતગ્રન્થ ગુજરાતી ભાષમાં :' પૂ.પા.દાદા ગુરૂદેવ જૈનરત્નબાખ્યાનવાચસ્પતિ કવિકુલકિરીટ સૂરિસાર્વભૌમ શ્રીમવિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના શુભ આર્શીવાદે તથા તેઓશ્રીના પટ્ટધર પૂ.પા. ગુરૂદેવ ઘર્મદિવાકર શ્રીમદ્ભવનતિલકસૂરીશ્વરજી મ.ની કૃપાથી આ ગ્રન્થ પૂર્ણતાએ પહોંચ્યો એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. ' અહીં છદમસ્થજનસુલભ જે કાંઈ મારી ખામી વિ. જણાય તેને ભવ્યો સુધારી હંસન્યાયે સારને જ માત્ર ગ્રહણ કરશે. જિજ્ઞાસા વિરૂદ્ધ કંઈપણ લખાયું હોય તો મિચ્છામીદુક્કડ.
એવી આશા સેવતો, આચાર્ય ભદ્રકરસૂરિ
(પ્રથમ આવૃત્તિમાંથી)
રાતી અનુવાદક -
મકરસૂરિ મ.