________________
અરજીમાં
-Azaria - CRGIZER er
{A-૧૪ એ ઉપરથી આચાર્યે ધર્મનું સ્વરૂપ કહ્યું. તે પછી હરિભદ્રે પૂછયું ઘર્મનું ફલ શું ? ઉત્તરમાં આચાર્ય કહ્યું-સકામવૃત્તિવાળાઓને ફળ સ્વર્ગાદિ પ્રાપ્તિ છે, જ્યારે નિષ્કામવૃત્તિવાળાઓને માટે ધર્મનું ફળ “ભવવિરહ (સંસારનો અંત) છે. આ સાંભળીને હરિભદ્રે કહ્યું -ભગવન્! મને “ભવવિરહ જ પ્રિય છે માટે તેમ કરો જેથી ભવવિરહની પ્રાપ્તિ થાય, આચાર્યે કહ્યું જો એવી ઈચ્છા હોય તો સર્વપાપનિવૃત્તિમય શ્રમણવૃત્તિ ધારણ કર ! હરિભદ્રે તેમ કરવા ખુશી બતાવી અને જિનદત્તસૂરિએ તેમને દીક્ષા આપી.
જૈન શાસ્ત્રોમાં પ્રવીણ થતાં ગુરૂએ શ્રી હરિભદ્રને આચાર્યપદ આપીને પોતાના પટ્ટધર બનાવ્યા. શ્રી હરિભદ્રસૂરિના હંસ અને પરમહંસ નામના બે શિષ્ય કે જેઓ સંસાર પક્ષમાં તેમના ભાણેજ થતા હતા, તે પછી ત્યાં જ તેમની દીક્ષા, શાસ્ત્રાધ્યયન, બૌદ્ધતર્ક ભણવા માટે બૌદ્ધોના નગરમાં ગમન, ત્યાં તેમની પરીક્ષા, ત્યાંથી ભાગવું, રસ્તામાં બૌદ્ધોની સાથે લડીને હંસનું મરણ, પરમહંસનું સૂરપાલ રાજાને શરણે જવું, ત્યાંથી નાશીને ચિત્તોડ જવું અને બનેલ વૃતાંત કહેતા પરમહંસનું પણ મરણ, હરિભદ્રસૂરિનો ક્રોધ અને બૌદ્ધોની સાથે સૂરપાલની સભા વાદ, શરત પ્રમાણે બૌદ્ધોનું તખતૈલકુંડમાં પડવું, જિનભટ્ટસૂરિ દ્વારા શ્રીહરિભદ્રસૂરિના ક્રોધની શાંતિ, નિરાશા અને ગ્રન્થ રચના કરવાનો નિશ્ચય ઈત્યાદિ વાતોનું સવિસ્તર વર્ણન છે.
કથાવલી પ્રમાણે શ્રીહરિભદ્રસૂરિને સર્વશાસ્ત્રકુશલ જિનભદ્ર અને વીરભદ્ર નામના બે શિષ્યો હતા. તે સમયે ચિત્તોડમાં બૌદ્ધધર્મનું પ્રાબલ્ય હતું તેથી સૂરિજીના જ્ઞાન અને કલાની બૌદ્ધો ઈર્ષ્યા કરતા હતા, અને એજ સબલથી સૂરિજીના તે બંને શિષ્યોને એકાંતમાં મારી નાખ્યા, કોઈપણ રીતે સૂરિજીને વાતની ખબર પડતાં સૂરિજીએ ધણાજ દીલગીર થઈને અનશન કરવાનો નિર્ધાર કર્યો પણ પ્રવચનના પ્રભાવક જાણીને તેમને તેમ કરતાં રોક્યા. છેવટે સૂરિજીએ ગ્રન્થરાશિને જ પોતાની શિષ્યસંતતિ માનીને તેની રચનામાં તેઓ વિશેષ ઉદ્યમવાન થયા.
- શ્રી પ્રભાવકચરિત્રમાં આગળ લખે છે કે, સૂરિજીએ ગુરૂના ઉપદેશથી ક્રોધનો ત્યાગ કર્યો પણ એમના મનમાંથી શિષ્યોના વિરહનું દુઃખ મટતું ન હતું, જેથી અંબાદેવીએ આવીને સાત્ત્વન દીધું અને કહ્યું કે શિષ્યસંતતિ જોગું તમારું પુણ્ય નથી માટે ગ્રન્થસમૂહ એજ તમારી સંતતિ રહેશે. ' સૂરિજીએ તેનું વચન સ્વીકાર્યું અને સમરાદિત્યચરિત્ર વગેરે ૧૪૪૪ ગ્રન્થપ્રકરણોની રચના કરી અને શિષ્યોના વિરહની સૂચના રૂપે દરેક ગ્રન્થ “વિરહ' શબ્દથી અંકિત કર્યો. આ ગ્રન્થરાશિને લખાવીને તેનો ફેલાવો કરવા માટે સૂરિએ “કણસિક' નામક એક ગૃહસ્થને ધૂર્તાખ્યાન દ્વારા ઉપદેશ દઈને જૈન બનાવ્યો. કર્ણાસિકને સૂરિજીના કથન પ્રમાણે વ્યાપાર કરતાં લાભ થયો તેથી તેણે તે દ્રવ્ય વડે સૂરિજીના ગ્રન્થો લખાવીને સર્વસ્થળે પહોંચાડ્યા અને ચોરાશી દેવકુલિકા યુક્ત એક જૈનમંદિર પણ કરાવ્યું.
કથાવલી પ્રમાણે શ્રીહરિભદ્રસૂરિએ દશવૈકાલિક, ન્યાયપ્રવેશક આદિ ગ્રન્થોની યાકિનીપુત્રે નામાંકિત વૃત્તિઓ બનાવી અને અનેકાન્ત-જયપતાકા, સમરાદિત્યકથા આદિ ભવવિરહાંકિત ગ્રન્થોની રચના કીધી. આ ગ્રન્થનિર્માણ અને લેખનકાર્યમાં આચાર્યને લલિગ' નામના ગૃહસ્થે ઘણી મદદ કરી. આ લર્લિંગ એમના શિષ્યો જિનભદ્ર અને વીરભદ્રના કાકા હતા. ગરીબાઈથી કંટાળીને એણે પણ આચાર્ય પાસે દીક્ષા
બાજરાતી અનુવાદક આ ભદીકરસરિયા