________________
વૈતાઢ્યપર્વતના ૯ કૂટો
*
૧૨૫
દરેક વર્ષધર પર્વતની બન્ને બાજુ ૧-૧ પદ્મવરવેદિકા અને
૧-૧ વનખંડ છે.
પર્વત ઉપરના કૂટો (શિખરો)
(૧) વૈતાઢ્યપર્વતના ૯ કૂટો :
*.| ફૂટના નામ
|૧ | સિદ્ધાયતન
|૨ | દક્ષિણભરતાર્થ
|૩| ખંડપ્રપાતગુહા |૪| માણિભદ્ર |૫| પૂર્ણભદ્ર |૬| વૈતાઢ્ય
|૭| તિમિસ્રગુહા |૮| ઉત્તરભરતાર્ધ|૯| વૈશ્રમણ
Δ
શેના બનેલા છે ? અધિપતિ
સર્વરત્નના
સર્વરત્નના
સર્વરત્નના
સુવર્ણના સુવર્ણના
સુવર્ણના
સર્વરત્નના
સર્વરત્નના
સર્વરત્નના
દક્ષિણભરતાર્થ દેવ
વૃત્તમાલ દેવ માણિભદ્ર દેવ
પૂર્ણભદ્ર દેવ
વૈતાઢ્ય દેવ
કૃતમાલ દેવ ઉત્તરભરતાર્ધ દેવ વૈશ્રમણ દેવ
આ કૂટો પૂર્વથી પશ્ચિમમાં ક્રમશઃ આવેલા છે. દરેક કૂટ મૂળમાં ૬ / યોજન લાંબુ-પહોળુ-ઊંચુ છે, વચ્ચે દેશોન ૫ યોજન લાંબુ–પહોળુ છે અને ઉપર સાધિક ૩ યોજન લાંબુ-પહોળુ છે. એટલે ગોપુચ્છાકારે છે.
૪
બધા અધિપતિદેવોનું આયુષ્ય ૧ પલ્યોપમ છે. અધિપતિ દેવોના નામ ઉપરથી તે તે ફૂટનું નામ પડ્યું છે.
* સિદ્ધયતન ફૂટ ઉપર સિદ્ધાયતન છે. તેથી તેને સિદ્ધાયતન ફૂટ કહેવાય છે. સિદ્ધાયતનનું સ્વરૂપ આવું છે
તે સર્વરત્નનું છે, ૧ ગાઉ લાંબુ છે, `/ર ગાઉ પહોળું છે, દેશોન ૧ ગાઉ^ ઊંચું છે. તેમાં વિવિધમણિના સેંકડો થાંભલા છે. O જે ક્ષેત્રમાં કે વિજયમાં વૈતાઢ્યપર્વત હોય તેમનું નામ જાણવું. ભરતક્ષેત્ર અને ઐરવતક્ષેત્રના વૈતાઢ્યપર્વતના કૂટો માટે આ રીતે સમજવું. શેષ બધાં પર્વતો ઉપરના બધાં ફૂટો સર્વરત્નમય છે. લઘુક્ષેત્રસમાસની ગાથા ૭૨ની ટીકામાં ૧૪૪૦ ધનુષ્ય ઊંચુ કહ્યું છે.