________________
ગંગાનદી
૧૫૭ ગંગાનદી :
પદ્મદ્રહના પૂર્વના દ્વારથી ગંગા નદી નીકળી પ00 યોજન વહી ગંગાવર્તનકૂટની નીચેથી દક્ષિણ તરફ વળી સાધિક પર૩ યોજન ૩ કળા વહી જિવિકા વડે સા. ૧૦૦ યોજનના મોતિની માળા જેવા પ્રવાહથી ગંગાપ્રપાત કુંડમાં પડે છે. - જિવિકા મગરના પહોળા મુખ જેવી અને વજની હોય છે. ગંગાનદીની જિવિકા | યોજન લાંબી, ૬ | યોજન પહોળી અને ' ગાઉ જાડી છે.
ગંગાપ્રપાતકુંડના તળીયા અને દિવાલો વજના છે, કાંઠા રજતના છે, રેતી સુવર્ણ-રજતની છે, તીર્થ વિવિધ મણિઓનું છે. તે ૬૦ યોજન લાંબો-પહોળો, ૧૦ યોજન ઊંડો છે. તેની પરિધિ દેશોન ૧૯૦ યોજન છે. તેની ચારે બાજુ ૧ પદ્મવરવેદિકા અને ૧ વનખંડ છે. તેમાં ઉત્તર સિવાયની ત્રણ દિશામાં પગથિયાની પદ્ધતિ છે. તેના થાંભલા વજના છે, ફલક સુવર્ણરજતના છે, આલંબનબાહા (કઠેડો) વિવિધ મણિઓનો છે. દરેક પદ્ધતિએ ૧૧ તોરણ છે. બધા તોરણ જગતીના વર્ણનમાં કહ્યા પ્રમાણેના છે.
ગંગાપ્રપાતકુંડની મધ્યમાં વજનો ૧ ગંગાદ્વીપ છે. તેની લંબાઈપહોળાઈ ૮ યોજન છે અને પરિધિ સા. ર૫ યોજન છે. તે પાણીથી ર ગાઉ ઊંચો છે. તેની ચારે બાજુ ૧ પદ્મવરવેદિકા અને ૧ વનખંડ છે. તેની મધ્યમાં ગંગાદેવીનું ભવન છે. તે ૧ ગાઉ લાંબુ, /3 ગાઉ પહોળુ અને દેશોન ૧ ગાઉ ઊંચુ છે. તેની પશ્ચિમ સિવાયની ત્રણ દિશામાં ૧૧ દ્વાર છે. તે ૫૦૦ ધનુષ્ય ઊંચા અને રપ૦ ધનુષ્ય પહોળા છે. ભવનની વચ્ચે ૧ મણિપીઠિકા છે. તે ૫૦૦ ધનુષ્ય લાંબી-પહોળી અને ર૫૦ ધનુષ્ય ઊંચી છે. તેની વચ્ચે ગંગાદેવીની એક શવ્યા છે. 1 લઘુક્ષેત્રસમાસની ગાથા ૪૯ અને તેની ટીકામાં કહ્યું છે કે ગંગાનદી
ગંગાવર્તનકૂટથી દક્ષિણ તરફ વળી જાય છે. A લઘુક્ષેત્રસમાસની ગાથા પડે અને તેની ટીકામાં પગથિયાની પદ્ધતિની બદલે
ધારો કહ્યા છે. તે ૬ યોજન પહોળા કહ્યા છે.