________________
પ૨૮
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ કુરુદુગિ હરિરમયદુગિ, હેમવએરણવાંદુગિ વિદેહે ! કમસો સયાવસપ્રિણિ, અરયચક્રિાઇસમકાલો ને ૧૦૮ .
બે કુરુમાં, હરિવર્ષ-રમ્યક એ બે ક્ષેત્રોમાં, હિમવંત-હિરણ્યવંત એ બે ક્ષેત્રોમાં, મહાવિદેહક્ષેત્રમાં હંમેશા ક્રમશઃ અવસર્પિણીના ચાર આરાની સમાન કાળ છે. (૧૦૮) હેમવએરણવએ, હરિવાસે રમએ ય રયણમયા ! સદાવઈ વિઅડાવઈ, ગંધાવઈ માલવંતકખા ૧૦૯ || ચઉવવિઅઢા સાઈઅરુણપઉમપ્રભાસસુરવાસા | મૂલવરિ પિહુરે તહ, ઉચ્ચત્તે જોયણસહસ્સ છે ૧૧૦ ||
હિમવંત, હિરણ્યવંત, હરિવર્ષઅને રમ્પકમાં રત્નના, શબ્દાપાતીવિટાપાતી-ગંધાપાતી-માલ્યવંતનામના, સ્વાતિ-અરુણ-પદ્ધ-પ્રભાસ દેવોના આવાસરૂપ ચાર વૃત્તવૈતાદ્યપર્વતો છે. તેમની મૂળમાં અને ઉપર પહોળાઈ અને ઊંચાઈ ૧,000 યોજન છે. (૧૦૯, ૧૧૦) મેરુ વટ્ટો સહસ્સ-કંદો લખૂસિઓ સહસ્સવરિ | દસગુણ ભુવિ તે સણવઈ, દસિગારંસ પિહુલભૂલે ૧૧૧ /
મેરુપર્વત ગોળ છે, ૧,000 યોજન કંદ (ભૂમિમાં) છે, ૧ લાખ યોજન ઊંચો છે, ઉપર ૧,000 યોજન પહોળો છે, ભૂમિ ઉપર ૧૦ ગુણો પહોળો છે, મૂળમાં નેવુ સહિત તે અને દસ અગિયારીયા ભાગ જેટલો (૧૦,૦૯૦ ૧૦/૧૧ યોજન) પહોળો છે. (૧૧૧) પુઢવુવલવયરસક્કર-મયકંદો ઉવરિ જાવ સોમણસં . ફલિહંકરયયકંચણ-મઓ આ જંબૂણઓ સેસો | ૧૧૨ | - મેરુપર્વતનો કંદ પૃથ્વી, પથ્થર, હીરા, કાંકરાવાળો છે. ઉપર સૌમનસવન સુધી સ્ફટિક, અંક, રજત, સુવર્ણનો છે. શેષ ભાગ જાંબૂનદ સુવર્ણનો છે. (૧૧૨)