________________
૫૬૬
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
ઈહ કઇવયદીવોદહિ-વિઆરલેસો મએ વિમUણાવિ . લિહિઓ જિણગણતરગુરુ-સુઅસુઅદેવીપસાણ | ૨૬૧ / (૫)
આ પ્રમાણે બુદ્ધિરહિત એવા પણ મેં તીર્થકર, ગણધર, ગુરુ, શ્રત અને શ્રુતદેવીની કૃપાથી કેટલાક દ્વીપ-સમુદ્રોનો અલ્પ વિચાર લખ્યો. (૨૬૧) (૫) સેસાણ દીવાણ તહોદહીણ, વિઆરવિત્થારમણોપારા સયા સુઆઓ પરિભાવવંતુ, સલૅપિસવન્નુમઈક્કચિત્તા. ૨૬૨. (૬)
શેષ દીપો અને સમુદ્રોના પાર વિનાના સર્વ પણ વિચારના વિસ્તારને સર્વજ્ઞમતમાં એકચિત્તવાળા જીવો હંમેશા શ્રુતમાંથી જાણો. (ર૬૨) (૬). સૂરીહિ જં રયણસેહરનામએહિં, અપ્પત્યમેવ રઈએ સરખિત્તવિક્મ. સંસોહિઅંપરણં સુઅણહિલોએ, પાવે કુસલરંગમઈપસિદ્ધિા ર૬૩ (૭)
રત્નશેખર નામના આચાર્યએ પોતાની માટે જ મનુષ્યક્ષેત્રની અપેક્ષાવાળુ જે પ્રકરણ રચ્યું અને સજ્જનોએ સારી રીતે શુદ્ધ કર્યું તે લોકમાં કુશળ અને આનંદમય પ્રસિદ્ધિને પામો. (ર૬૩) (૭)
મનુષ્યક્ષેત્રની બહારનો અધિકાર સમાપ્ત લઘુક્ષેત્રસમાસના મૂળ ગાથા-શબ્દાર્થ સમાપ્ત
જીવનમાં તકલીફ આવે ત્યારે ધર્મ વધારવાનો કે ઘટાડવાનો? તકલીફ પુણ્ય ઘટવાના કારણે આવે છે. એ વખતે ધર્મ પણ ઘટાડી દઈએ તો તકલીફ વધી જવાની તકલીફમાં પણ ધર્મ ચાલુ રાખવાથી પુણ્ય વધે છે અને તકલીફ દૂર થાય છે.