________________
પરિશિષ્ટ-૬
૬૧૩
પૂર્ણ વર્ગોમાં અંતે ૯ હોય તો વર્ગમૂળમાં અંતે ૩ અથવા
૭ આવે. વર્ગમૂળમાં અંતે આવનાર અંકો દશપૂરકો છે. જેમકે ૧ + ૯ = ૧૦, ૨ + ૮ = ૧૦, ૫ + ૫ = ૧૦, ૪ + ૬ = ૧૦, ૩ + ૭ = ૧૦.
(૩) પૂર્ણઘનમાં અંતે ૧, ૪, ૫, ૬, ૯ હોય તો ઘનમૂળમાં પણ તે જ અંક અંતે આવે અને જો પૂર્ણઘનમાં અંતે ૮, ૭, ૩, ૨ હોય તો ઘનમૂળમાં તેના દશપૂરક એટલે ૨, ૩, ૭, ૮ હોય.
(૪) કઈ સંખ્યાઓ પૂર્ણ વર્ગ નથી તે હવે જોઈએ. | (i) જેમાં અંતે ૨, ૩, ૭, ૮ હોય તેવી સંખ્યા પૂર્ણ વર્ગ નથી જ.
(i) જેના બીજાંકો ૨, ૩, ૫, ૬ કે ૮ હોય તેવી સંખ્યાઓ પૂર્ણ વર્ગ નથી જ.
(i) સંખ્યાને અંતે બે, ચાર, છ, ..... એમ બેકી સંખ્યામાં શૂન્યો હોઈ શકે પણ એક, ત્રણ, પાંચ, ... એમ એકી સંખ્યામાં શૂન્યો હોય તો પૂર્ણ વર્ગ નથી જ. - આ ઉપરથી આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય તેની ચોકસાઈ થાય પણ તેથી બીજી બધી પૂર્ણ વર્ગ હોય જ એમ નહીં.
હવે આપેલી સંખ્યાઓના અંકોના જમણી બાજુથી બબ્બે અંકોના જોડકા કરી તેમાં એકમ તથા દશક સ્થાનના અંકો નક્કી કરી શકાય. હાલ ચાર અંકોની પૂર્ણ વર્ગ સંખ્યાઓમાં વર્ગમૂળ જાણીએ.
(૧) ૫૧૮૪ – જમણેથી બન્નેની જોડ કરીએ. ડાબી બાજુ ૫૧ છે. તેથી તેમાં સમાયેલ મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા ૪૯નું