________________
પરિશિષ્ટ-૬
વર્ગમૂળ તે દશકનો અંક ૭ હોય. અને જમણી બાજુનો એકમનો અંક ૪ તેથી વર્ગમૂળનો એકમ અંક ૨ અથવા ૮ હશે, એટલે કે વર્ગમૂળ ૭૨ અથવા ૭૮ હશે. હવે ‘એકાધિકેન પૂર્વેણ’ સૂત્રથી ૭ નો એકાધિક ૮ છે. તેથી ૭ ૪ ૮ = ૫૬ થાય. આપેલ સંખ્યામાં ડાબી બાજુ ૫૧ છે જે ૫૬ કરતા નાની છે તેથી વર્ગમૂળ ૭૨ જ નક્કી થાય.
૬૧૪
-
(૨) ૬૦૮૪ – ઉ૫૨ મુજબ બધો વિચાર કર્યા પછી વર્ગમૂળ ૭૨ અથવા ૭૮ હશે એવું અવલોકન થયા પછી ‘એકાધિકન પૂર્વેણ’ સૂત્રથી ૭ x ૮ = ૫૬ મળે, અહીં ડાબી બાજુ ૬૦ છે જે ૫૬ કરતા મોટી છે. માટે આપેલ પૂર્ણવર્ગનું વર્ગમૂળ ૭૮ જ છે, એમ નક્કી થાય છે.
ઘનમૂળ ‘વિલોકનમ્' થી -
(૧) પૂર્ણઘન સંખ્યાઓના બીજાંક ૧, ૮, ૯ જ હોઈ શકે. (૨) જમણી બાજુ ત્રણ કે ત્રણના ગુણકમાં શૂન્યો ન હોય તે સંખ્યા પૂર્ણ ઘન ન હોઈ શકે. જેમકે ૧૦૦, ૮૦૦૦૦, ૧૨૫૦૦૦૦ પૂર્ણઘન નથી.
હાલ ૬ અંકો સુધીની પૂર્ણ ઘન સંખ્યાઓનો વિચાર કરીએ. તેમાં આપેલ સંખ્યાના ત્રણ ત્રણ અંકોના જમણી બાજુથી જોડકા કરવાના રહે. તેથી તેના ઘનમૂળમાં બે અંકો હશે.
(i) આપેલ પૂર્ણઘન સંખ્યાનો એકમનો અંક ૨ હોય તો ઘનમૂળમાં ૮ (દશપૂરક) હોય અને પૂર્ણ ઘનનો એકમનો અંક ૮ હોય તો ઘનમૂળમાં ૨ હોય અને ઘનમાં ૩ હોય તો ઘનમૂળમાં ૭ હોય અને ઘનમાં ૭ હોય તો ઘનમૂળમાં ૩ હોય.