________________
૫૫૬
લઘુક્ષેત્રસમસની મૂળગાથા અને શબ્દાર્થ આ દ્વીપો બહારની દિશામાં (જબૂદીપ તરફ) ૮૮ ૧ર ૪૦/૯૫ યોજન પાણીની બહાર છે અને મધ્યમાં (ધાતકોખંડ તરફ) ૨ ગાઉ પાણીની બહાર છે. (રર૩) (૨૯). કુલગિરિપાસાયાસમા, પાસાયા એ સુ ણિઅણિઅપહૂર્ણ તહ લાવણજોઇસિઆ, દગફાલીહ ઉઠ્ઠલેસાગા | ૨૨૪ . (૩૦)
આ દ્વીપોમાં પોતપોતાના સ્વામીના કુલગિરિના પ્રાસાદ સમાન પ્રાસાદ છે. તથા લવણસમુદ્રના જયોતિષ વિમાનો ઉદસ્ફટિકના અને ઉપર પ્રકાશ કરનારા છે. (૨૪) (૩૦)
લવણસમુદ્ર અધિકાર સમાપ્ત
• ગુરુ કદાચ પક્ષપાત પણ કરે અને શિષ્યને ન સાચવે તો પણ શિષ્ય તો ગુરુબહુમાન અવશ્ય ટકાવી રાખવું. ભવિષ્યમાં કે ભવાંતરમાં શિષ્યને પોતે કરેલા વિનય-બહુમાનનું ફળ મળવાનું જ છે. ગુરુ તરફથી આ ભવમાં વળતર નથી મળ્યું
તો ભવાંતરમાં અવશ્ય મળશે. • રોજ સવાર પડે અને શિષ્ય ગુરુને પૂછે – આજે મારે શું કરવાનું છે? પછી ગુરુ જે યોગની સાધના બતાવે તે કરે, પણ પોતાનો આગ્રહ ન રાખે. • ગુરુની માત્ર આજ્ઞા પાળે તે તો નોકર છે, કેમ કે નોકર પણ પોતાના શેઠની આજ્ઞા પાળે છે. સાચો શિષ્ય તો તે છે જે ગુરુની ઇચ્છા પ્રમાણે પોતાનું જીવન બનાવે. આજ્ઞા કરતા પણ ઇચ્છા ચડે.