________________
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
પુર્વાં વ પુરી અ તરુ, પરમુત્તરકુરુસુ ધાઇ મહધાઈ । રુકખા તેસુ સુદંસણ-પિયદંસણનામયા દેવા ॥ ૨૩૮ ॥ (૧૪) પહેલાની જેમ નગરી અને વૃક્ષો છે, પણ ઉત્તરકુરુમાં ધાતકીમહાધાતકી વૃક્ષો છે. તેમની ઉપર સુદર્શન અને પ્રિયદર્શન નામના દેવો છે. (૨૩૮) (૧૪)
૫૬૦
વરાસીસુ અ મિલિઆ, એગો લક્ખો અ અડસયરી સહસ્સા । અટ્ઠ સયા બાયાલા, પરિહિતિગં ધાયઈસંડે ॥ ૨૩૯ ॥ (૧૫) ધ્રુવરાશીમાં ૧,૭૮,૮૪૨ યોજન ઉમેરવાથી ધાતકીખંડમાં ત્રણ પરિધિ આવે. (૧૫) (૨૩૯)
ધાતકીખંડ અધિકાર સમાપ્ત
ગુરુ એકાંતે આપણા હિતકારી છે. આપણને નુકસાન થાય તેવું ક્યારેય તેઓ ફ૨માવતા નથી. તો પછી તેમની ઇચ્છા મુજબ જીવન જીવવામાં આપણને વાંધો શું ?
• દુનિયાભરની જાણકારી મેળવવાની આપણને ઇચ્છા થાય, પણ ગુરુની મારા માટે શું ઇચ્છા છે એ જાણવાની આપણને તાલાવેલી ખરી ?
• જો ગુરુ પ્રત્યે સમર્પણભાવ ન હોય તો બહારથી સાધુપણું હોવા છતાં અંદરથી સાધુપણું નથી.