________________
૫૩૪
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ફળ રત્નના છે. તે બે ગાઉ ઊંડુ છે. તેના થડ, શાખા અને વિડિમા (વચ્ચેની ઊંચી શાખા)ની પહોળાઈ બે ગાઉ છે. (૧૩૮-૧૪૦) થડસાહવિડિમદીહ-ત્તિ ગાઉએ અટ્ટપણરચઉવીસ | સાહા સિરિસમજવણા, તમ્માણસચેઇઅં વિડિમ ને ૧૪૧
તેના થડ, શાખા અને વિડિમાની લંબાઈ ક્રમશઃ ૮, ૧૫, ૨૪ ગાઉ છે. શાખા શ્રીદેવીના ભવન જેવા ભવનવાળી છે. તેટલા પ્રમાણવાળા ચૈત્યવાળી વિડિમા છે. (૧૪૧) પુવિલ સિજ્જ તિસુ આ-સણાણિ ભવણેસુ સાઢિઅસુરસ્સા સા જંબૂ બારસ-ઈઆહિ કમસો પરિખિત્તા / ૧૪ર ||
પૂર્વદિશાના ભવનમાં અનાદતદેવની શય્યા છે અને શેષ ત્રણ ભવનોમાં તેના આસનો છે. તે જંબૂવૃક્ષ ક્રમશઃ ૧૨ વેદિકાઓથી પરિવરાયેલ છે. (૧૪૨) દહપઉમાણે જં વિ-ત્થરં તુ તમિહાવિ જંબુરુષ્માણ | નવર મહયરિયાણં, ઠાણે ઈહ અગ્નમહિસીઓ ને ૧૪૩ |
દ્રહના કમળોનો જે વિસ્તાર કહ્યો છે તે અહીં પણ જંબૂવૃક્ષોનો છે, પણ મહત્તરિકાઓના સ્થાને અહીં અગ્રમહિષીઓ છે. (૧૪૩) કોસદુસએહિ જંબુ, ચઉદ્દિસિં પુન્નસાલસમજવણા | વિદિસાસુ સેસતિ સમા, ચઉવાવિજ્યા ય પાસાયા ૧૪૪ /
જંબૂવૃક્ષથી ચારે દિશામાં ૨૦૦ ગાઉ દૂર પૂર્વશાખાના ભવન જેવા ભવનો છે, વિદિશાઓમાં શેષ ૩ શાખાના ભવનો સમાન ૪ વાવડીવાળા પ્રાસાદો છે. (૧૪૪) તાણંતરેસ અડ જિણ-કૂડા તહ સુરકુરાઈ અવરહે ! રાયપીઢે સામાલિકનો એમેવ ગલસ્સ | ૧૪૫ છે
તેમના આંતરામાં ૮ જિનકૂટો છે. તથા દેવગુરુના પશ્ચિમાઈમાં રજતની પીઠ ઉપર આ જ પ્રમાણે ગરુડદેવનું શાલ્મલીવૃક્ષ છે. (૧૫)