SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૪ લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ફળ રત્નના છે. તે બે ગાઉ ઊંડુ છે. તેના થડ, શાખા અને વિડિમા (વચ્ચેની ઊંચી શાખા)ની પહોળાઈ બે ગાઉ છે. (૧૩૮-૧૪૦) થડસાહવિડિમદીહ-ત્તિ ગાઉએ અટ્ટપણરચઉવીસ | સાહા સિરિસમજવણા, તમ્માણસચેઇઅં વિડિમ ને ૧૪૧ તેના થડ, શાખા અને વિડિમાની લંબાઈ ક્રમશઃ ૮, ૧૫, ૨૪ ગાઉ છે. શાખા શ્રીદેવીના ભવન જેવા ભવનવાળી છે. તેટલા પ્રમાણવાળા ચૈત્યવાળી વિડિમા છે. (૧૪૧) પુવિલ સિજ્જ તિસુ આ-સણાણિ ભવણેસુ સાઢિઅસુરસ્સા સા જંબૂ બારસ-ઈઆહિ કમસો પરિખિત્તા / ૧૪ર || પૂર્વદિશાના ભવનમાં અનાદતદેવની શય્યા છે અને શેષ ત્રણ ભવનોમાં તેના આસનો છે. તે જંબૂવૃક્ષ ક્રમશઃ ૧૨ વેદિકાઓથી પરિવરાયેલ છે. (૧૪૨) દહપઉમાણે જં વિ-ત્થરં તુ તમિહાવિ જંબુરુષ્માણ | નવર મહયરિયાણં, ઠાણે ઈહ અગ્નમહિસીઓ ને ૧૪૩ | દ્રહના કમળોનો જે વિસ્તાર કહ્યો છે તે અહીં પણ જંબૂવૃક્ષોનો છે, પણ મહત્તરિકાઓના સ્થાને અહીં અગ્રમહિષીઓ છે. (૧૪૩) કોસદુસએહિ જંબુ, ચઉદ્દિસિં પુન્નસાલસમજવણા | વિદિસાસુ સેસતિ સમા, ચઉવાવિજ્યા ય પાસાયા ૧૪૪ / જંબૂવૃક્ષથી ચારે દિશામાં ૨૦૦ ગાઉ દૂર પૂર્વશાખાના ભવન જેવા ભવનો છે, વિદિશાઓમાં શેષ ૩ શાખાના ભવનો સમાન ૪ વાવડીવાળા પ્રાસાદો છે. (૧૪૪) તાણંતરેસ અડ જિણ-કૂડા તહ સુરકુરાઈ અવરહે ! રાયપીઢે સામાલિકનો એમેવ ગલસ્સ | ૧૪૫ છે તેમના આંતરામાં ૮ જિનકૂટો છે. તથા દેવગુરુના પશ્ચિમાઈમાં રજતની પીઠ ઉપર આ જ પ્રમાણે ગરુડદેવનું શાલ્મલીવૃક્ષ છે. (૧૫)
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy