________________
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
મણુઆઉસમ ગયાઈ, હયાઇ ચઉસજાઇ અગ્રેંસા । ગોમહિસુટ્ટખરાઈ, પણુંસ સાણાઇ દસમંસા || ૯૮ ॥ ઇચ્ચાઇ તિચ્છાણ વિ, પાયં સારએસ સારિથ્થું । તઇઆરસેસિ કુલગર-ણયજિણધમ્માઇ ઉપ્પત્તી ॥ ૯૯ ॥
હાથી વગેરે મનુષ્યાયુષ્યની સમાન આયુષ્યવાળા છે, ઘોડા વગેરે મનુષ્યાયુષ્યના ચોથા ભાગના આયુષ્યવાળા છે, બકરા વગેરે મનુષ્યાયુષ્યના આઠમા ભાગના આયુષ્યવાળા છે, ગાય-ભેંસ-ઊંટગધેડા વગે૨ે મનુષ્યાયુષ્યના પાંચમા ભાગના આયુષ્યવાળા છે, કૂતરા વગે૨ે મનુષ્યાયુષ્યના દસમા ભાગના આયુષ્યવાળા છે, ઈત્યાદિ તિર્યંચોનું આયુષ્ય પણ પ્રાયઃ બધા આરાઓમાં સમાન હોય છે. ત્રીજો આરો શેષ રહે ત્યારે કુલકોની, નીતિની અને જિનધર્મની ઉત્પત્તિ થાય છે. (૯૮, ૯૯)
કાલદુગે તિચઉત્થા-૨ગેસુ એગૂણણવઇપમ્બેસુ । સેસિ ગએલું સિō-તિ હુંતિ પઢમંતિમજિશિંદા ॥ ૧૦૦ ॥ બંને કાળમાં (ઉત્સર્પિણીમાં અને અવસર્પિણીમાં) ત્રીજા-ચોથા આરામાં ૮૯ પખવાડિયા બાકી હોતે છતે અને ગયે છતે પહેલા અને છેલ્લા ભગવાન સિદ્ધ થાય છે અને જન્મે છે. (૧૦) બાયાલસહસવરસૂ-ણિગકોડાકોડિઅયરમાણાએ ।
૫૨૬
તુરિએ નરાઉ પુવા-ણ કોડિ તણુ કોસચઉરસં ॥ ૧૦૧ ॥ ૪૨,૦૦૦ વર્ષ ન્યૂન ૧ કોટીકોટી સાગરોપમ પ્રમાણવાળા ત્રીજા આરામાં મનુષ્યાયુષ્ય ૧ પૂર્વક્રોડ વર્ષ છે અને શરી૨પ્રમાણ ૧ ગાઉનો ચોથો ભાગ છે. (૧૦૧)
વરિસેગવીસસહસ-પ્પમાણપંચમરએ સગરુચ્ચા । તીસહિઅસયાઉ ણરા, તયંતિ ધમ્માઇઆણંતો । ૧૦૨ ॥ ૨૧,૦૦૦ વર્ષ પ્રમાણવાળા પાંચમા આરામાં મનુષ્યો ૭ હાથ ઊંચા અને ૧૩૦ વર્ષના આયુષ્યવાળા છે. તેના (પાંચમા આરાના) અંતે ધર્મ વગેરેનો અંત થાય છે. (૧૦૨)