________________
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
કૃતમાલ અને નૃત્તમાલ દેવોથી અધિષ્ઠિત, વર્ધકીરત્નથી બંધાયેલ નદીઓવાળી તે ગુફાઓ જ્યાં સુધી ચક્રવર્તી હોય છે ત્યાં સુધી ખુલ્લા દ્વારવાળી રહે છે. (૮૭) બહિખંડંતો બારસ-દીહા નવવિત્થડા અઉજ્જપુરી । સા લવણા વેઅડ્ડા, ચઉદહિઅસયંચિગારકલા ।। ૮૮ ॥ બહારના ખંડની મધ્યમાં ૧૨ યોજન લાંબી ૯ યોજન પહોળી અયોધ્યાનગરી છે. તે લવણસમુદ્ર અને વૈતાઢ્યપર્વતથી ૧૧૪ યોજન · અને ૧૧ કળા દૂર છે. (૮૮)
૫૨૪
ચક્કિવસણઇપવેસે, તિત્વદુર્ગ માગહો પભાસો અ। તાણંતો વરદામો, ઇહ સવ્વ બિઉત્તરસયંતિ ॥
૮૯ ||
ચક્રવર્તીને વશ નદીના પ્રવેશસ્થાને માગધ અને પ્રભાસ બે તીર્થો છે. તે બેની વચ્ચે વરદામ તીર્થ છે. આ જંબુદ્રીપમાં બધા ૧૦૨ તીર્થો છે. (૮૯) -
ભરહેવરએ છછઅર-યમયાવસપ્પિણિઉસપ્પિણીરૂવં।
પરિભમઇ કાલચક્કે, દુવાલસારું સયા વિ કમા ॥ ૯૦ ॥ ભરત અને ઐરવતમાં છ-છ આરાની ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ, ૧૨ આરાનું કાળચક્ર હંમેશા ક્રમશઃ ભમે છે. (૯૦) સુસમસુસમા ય સુસમા, સુસમદુસમા ય દુસમસુસમા ય । દુસમા ય દુસમદુસમા, કમુક્કમા દુસુ વિ અરછક્કે || ૯૧ ॥ બંને ઉત્સર્પિણીમાં ક્રમથી અને ઉત્ક્રમથી સુષમસુષમ, સુષમ, સુષમદુઃષમ, દુઃષમસુષમ, દુઃષમ અને દુઃષમદુઃષમ - આ છ આરા છે. (૯૧)
પુવ્વત્તપલ્લિસમસય-અણુગ્ગહણા ણિઢિએ હવઇ પલિઓ । દસકોડિકોડિપલિએ-હિં સાગરો હોઇ કાલમ્સ ।। ૯૨ ।। પૂર્વે કહેલા પ્યાલામાંથી દર સો વર્ષે વાળના ટુકડા કાઢવાથી પ્યાલો ખાલી થાય તે કાળ કાળનું ૧ પલ્યોપમ છે. ૧૦ કોટીકોટી પલ્યોપમથી ૧ સાગરોપમ થાય છે. (૯૨)