________________
૨ ૨૪
૫
મહાવિદેહક્ષેત્ર દા.ત., નીચેથી ૨૦ યોજન ચઢ્યા પછી પહોળાઈ
- ૧૨ - ૨૦ = ૧૨ – ૪ = ૮ યોજન મહાવિદેહક્ષેત્ર:
તેના ૪ વિભાગ છે – પૂર્વ-ઉત્તર, પૂર્વ-દક્ષિણ, પશ્ચિમ-ઉત્તર, પશ્ચિમ-દક્ષિણ. દરેક વિભાગમાં ૮-૮ વિજય, ૪-૪ વક્ષસ્કારપર્વત, ૩-૩ અંતરનદી અને ૧-૧ વનમુખ છે. તેનો ક્રમ આ રીતે છેપ્રથમ ૧ વિજય આવે, પછી ૧ વક્ષસ્કારપર્વત આવે, પછી એક વિજય આવે, પછી ૧ અંતરનદી આવે. આમ વિજય પછી એક વાર વક્ષસ્કારપર્વત આવે અને બીજી વાર અંતરનદી આવે. છેલ્લી વિજય પછી વનમુખ આવે. મહાવિદેહક્ષેત્રમાં કુલ ૩ર વિજય, ૧૬ વક્ષસ્કારપર્વત, ૧૨ અંતરનદી અને ૪ વનમુખ છે. વિજય-વક્ષસ્કાર-અંતરનદીની લંબાઈ જાણવાનું કરણ :
જો કે સીતા-સીટોદાનો વિસ્તાર સમુદ્ર પ્રવેશ વખતે જ ૫૦૦ યોજન છે, તેની પહેલા ઓછો-ઓછો છે, પણ કચ્છ વગેરે વિજયોની નજીકમાં નદીઓના બન્ને કિનારે રમણપ્રદેશો છે. તેથી તેમને આશ્રયીને ત્યાં પણ તેમનો વિસ્તાર ૫૦૦ યોજન મળે.
વિજય-વક્ષસ્કારપર્વત-અંતરનદી-વનમુખની લંબાઈ = મહાવિદેહક્ષેત્રની પહોળાઈ – નદીનો વિસ્તાર
=
૩૩,૬૮૪ યો. ૪ ક. – ૫૦૦ યો.
૩૩,૧૮૪ યો. ૪ ક.
= ૧૬,પ૯ર યોજન ૨ કળા