________________
ભદ્રશાલવનના ૮ વિભાગ, મેરુપર્વત
ભદ્રશાલવનના ૮ વિભાગ : (૧) મેરુથી પૂર્વમાં
(૨) મેરુથી પશ્ચિમમાં
૩૫૧
(૩) વિદ્યુત્પ્રભ-સોમનસ ગજદંતગિરિઓની વચ્ચે દક્ષિણમાં (૪) ગંધમાદન-માલ્યવંત ગજદંતગિરિઓની વચ્ચે ઉત્તરમાં સીતા-સીતોદા નદીઓ પૂર્વ-પશ્ચિમ વિભાગના ઉત્તર-દક્ષિણ બે-બે વિભાગ કરે છે, અને ઉત્તર-દક્ષિણ વિભાગના પૂર્વ-પશ્ચિમ બે-બે વિભાગ કરે છે.
તેથી ભદ્રશાલવનના કુલ ૮ વિભાગ થાય છે.
* ધાતકીખંડના પૂર્વાર્ધમાં ઉત્તરકુરુમાં ધાતકીવૃક્ષ છે. તેનો અધિપતિ સુદર્શન દેવ છે.
ધાતકીખંડના પશ્ચિમાર્ધમાં ઉત્તરકુરુમાં મહાધાતકીવૃક્ષ છે. તેનો અધિપતિ પ્રિયદર્શન દેવ છે.
ધાતકીખંડના પૂર્વાર્ધમાં દેવકુરુમાં શાલ્મલીવૃક્ષ છે. ધાતકીખંડના પશ્ચિમાર્ધમાં દેવમાં શાલ્મલીવૃક્ષ છે. આ બંને શાલ્મલીવૃક્ષોના અધિપતિ ગરુડદેવો છે. ધાતકીવૃક્ષ – મહાધાતકીવૃક્ષનું વર્ણન જંબૂવૃક્ષની જેમ જાણવું. શાલ્મલીવૃક્ષનું વર્ણન જંબૂદ્વીપના શાલ્મલીવૃક્ષની જેમ જાણવું. મેરુપર્વત ઃ
-
ધાતકીખંડમાં બે મેરુપર્વત છે – ૧ પૂર્વાર્ધમાં અને ૧ પશ્ચિમાર્ધમાં. મેરુપર્વતની ઊંચાઈ = ૮૪,૦૦૦ યોજન.
મેરુપર્વત ભૂમિમાં અવગાઢ = ૧,૦૦૦ યોજન. મેરુપર્વતની ભૂમિમાં પહોળાઈ = ૯,૫૦૦ યોજન. મેરુપર્વતની ભૂમિતલ ઉપર પહોળાઈ = ૯,૪૦૦ યોજન. મેરુપર્વતની શિખરની પહોળાઈ = ૧,૦૦૦ યોજન.
આ મેરુપર્વતોમાં પણ જંબુદ્રીપના મેરુપર્વતની જેમ ચાર વન છે.