________________
૪૫ર
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ એવં સવ્વગેણં, સમૂતિઓ મેરુ લખમઈરિd / ગોપુચ્છસંઠિયમ્મિ, ઠિયાઈ ચત્તારિય વણાઈ . ૩૧૫ |
આમ સંપૂર્ણ રીતે મેરુપર્વત સાધિક લાખ યોજન ઊંચો છે. ગોપુચ્છાકારે રહેલા તેમાં ચાર વનો છે. (૩૧૫).
ભૂમીઈ ભદસાલ, મેહલજુયલમ્પિ દોત્રિ રમાઈ ! નંદણ-સોમણસાઈ, પંડગપરિમંડિય સિહ ૩૧૬ //
ભૂમિએ ભદ્રશાલવન, બે મેખલામાં સુંદર બે નંદન અને સૌમનસવન અને પંડકવનથી શોભતુ શિખર છે. (૩૧૬).
બાવીસસહસ્સાઈ, પુવાવર મેરુ મસાલવણ . અઢાઈજ્જસયા પુણ, દાહિણપાસમ્મિ ઉત્તર // ૩૧૭ //
મેરુપર્વતની પૂર્વ-પશ્ચિમમાં ભદ્રશાલવન ર૨,000 યોજન છે અને દક્ષિણ બાજુમાં અને ઉત્તર તરફ ર૫૦ યોજન છે. (૩૧૭)
પુવૅણ મિંદરાઓ, જો આયામો ઉ ભદસાલવણે ! અટ્ટાસીઈવિભક્તો, સો વિત્થારો હુ દાહિણઓ / ૩૧૮ |
મેરુપર્વતથી પૂર્વમાં ભદ્રશાલવનમાં જે લંબાઈ છે તે ૮૮ થી ભગાયેલ દક્ષિણ તરફનો વિસ્તાર છે. (૩૧૮)
દાહિણપાસે ગિરિણો, જો વિત્થારો ઉ ભદ્રસાલવણે ! અઢાસીઈગુણો સો, આયામો હોઈ પુથ્વિલ્લે / ૩૧૯ !
પર્વતની દક્ષિણ બાજુએ ભદ્રશાલવનમાં જે વિસ્તાર છે તે ૮૮ ગુણો પૂર્વમાં લંબાઈ છે. (૩૧૯)
ચઉપન્નસહસ્સાઈ, મેરુવર્ણ અટ્ટભાગપવિભત્તે સીયાસીઓમાહિં, મંદર - વખારસેલેહિં . ૩૨૦ ||
૫૪,000 યોજનનું મેરુપર્વતનું વન સીતા-સીતોદા વડે અને મેરુપર્વત-વક્ષસ્કાર પર્વતો વડે ૮ ભાગમાં વહેંચાયેલું છે. (૩૨૦)
મેરુઓ પન્નાસ, દિસિવિદિસિ ગંતુ ભદ્રસાલવણે ! ચઉરો સિદ્ધાયયણા, દિસાસુ વિદિસાસુ પાસાયા છે ૩૨૧ ||