________________
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
૫૨૧
વૈતાઢ્યપર્વતો ઉપર પણ ૨૫ ગાઉ ઊંચા ૯-૯ ફૂટો છે. તે બધા ૩૦૬ છે. એમની ઉપર પણ પૂર્વ દિશાને છેડે સિદ્ધકૂટો છે. (૭૧) તાણુવરિં ચેઇહરા, દહદેવીભવણતુલ્લપરિમાણા । સેસેસુ અ પાસાયા, અદ્વેગકોસં પિહુચ્ચત્તે ।। ૭૨ ॥ તેમની ઉપર દ્રદેવીના ભવનની સમાન પરિમાણવાળા ચૈત્યો છે. શેષ ફૂટો ઉપર ૧/૨ ગાઉ અને ૧ ગાઉ પહોળા અને ઊંચા પ્રાસાદો છે. (૭૨)
ગિરિકરિકૂડા ઉચ્ચ-ત્તણાઉ સમઅક્રમૂલુવરરુંદા । રયણમયા ણવરિ વિઅ-ઝુમઝિમા તિતિ કણગરૂવા || ૭૩ ॥
પર્વતોના કૂટો અને રિકૂટો ઊંચાઈ જેટલા મૂળમાં પહોળા છે અને ઉપ૨ તેનાથી અડધા પહોળા છે. આ કૂટો રત્નમય છે, પણ વૈતાઢ્યપર્વતના વચ્ચેના ૩-૩ ફૂટો સુવર્ણમય છે. (૭૩) જંબૂણયરચયમયા, જગઇસમા જંબુસામલીકૂડા | અટ્ઠ તેસુ દહદેવિ-ગિહસમા ચારુચેઇહરા ~૭૪ ॥ જંબૂવૃક્ષ અને શાલ્મલીવૃક્ષના ૮-૮ ફૂટો જગતિની સમાન પ્રમાણવાળા અને ક્રમશઃ જાંબૂનદ સુવર્ણના અને રજતના છે. તેમની ઉપર દ્રહદેવીના ભવન સમાન સુંદર ચૈત્યો છે. (૭૪) તેસિ સમોસહકૂડા, ચઉતીસં ચુલ્લકુંડજુઅનંતો । જંબૂણએસુ તેસુ અ, વેઢેલું વ પાસાયા ॥ ૭૫ ।।
તેની વૃક્ષકૂટોની) સમાન પ્રમાણવાળા, નાના કુંડોના જોડકાઓની વચ્ચે, ૩૪ ઋષભકૂટો છે. જાંબૂનદસુવર્ણના તે કૂટો ઉપર વૈતાઢ્યપર્વતો ઉપરના પ્રાસાદો જેવા પ્રાસાદો છે. (૭૫) પંચસએ પણવીસે, કૂડા સવ્વ વિ જંબુદીવમ્મિ । તે પત્તેઅં વરવણ-જુઆહિ વેઈહિં પરિક્ખિત્તા ॥ ૭૬ 11 જંબુદ્રીપમાં બધા ય ૫૨૫ ફૂટો છે. તે દરેક કૂટો સુંદર વનોથી યુક્ત એવી વેદિકાઓથી પરિવરાયેલા છે. (૭૬)