________________
૫૧૮
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ એ ચ ણઇચઉદ્ધ, કુંડાઓ બહિદુવારપરિવૂઢ | સગસહસણઇસમેણં, વેઅદ્ધગિરિ પિ ભિદેઈ | પપ છે તત્તો બાહિરખિત્ત-દ્ધમઝૂઓ વલઇ પુવઅવર મુહં ! ઈસત્તસહસસહિઅં, જગઇલેણું ઉદહિમેઈ પ૬ |
આ ચાર નદીઓ કુંડમાંથી બહારના દ્વારથી નીકળી ૭,૦૦૦ નદીઓથી યુક્ત થઈને વૈતાઢ્યપર્વતને પણ ભેદે છે. પછી બહારના અર્ધક્ષેત્રની મધ્યમાંથી પૂર્વ-પશ્ચિમ તરફ વળે છે અને ૭,૦૦૦ નદીઓની સાથે જગતીની નીચેથી સમુદ્રને મળે છે. (પપ, પ૬) ધુરિ કુંડદુવારસમા, પન્ક્રતિ દસગુણા ય પિહુલત્તે | સવ્વસ્થ મહeઈઓ, વિત્થરપણાસભામુંડા | પ૭ |
તે નદીઓ શરૂમાં કુંડના દ્વાર જેટલી પહોળી હોય છે અને અંતે ૧૦ ગુણી પહોળી હોય છે. બધે મહાનદીઓ પહોળાઈના ૫૦મા ભાગ જેટલી ઊંડી હોય છે. (૫૭) પણખિત્તમહeઈઓ, સદારદિસિ દહવિસુદ્ધગિરિઅદ્ધ ! ગંતૂણ સજિલ્મીહિ, ણિઅણિઅકુંડેસુ શિવતિ છે ૫૮ છે ણિઅજિન્મિઅપિહુલત્તા, પણવીસંસેણ મુતુ મઝગિરિ જામમુહા પુત્રુદહિ, ઇઅરા અવરોઅહિમુર્વિતિ છે ૫૯ |
પાંચ ક્ષેત્રોની મહાનદીઓ પોતાના દ્વારની દિશામાં પર્વતના વિસ્તારમાંથી દ્રહનો વિસ્તાર બાદ કરી તેનું અડધું જઈને પોતાની જિલિકાવડે પોતપોતાના કુંડોમાં પડે છે. પોતાની જિલિકાની પહોળાઈના રપ મા ભાગ જેટલે દૂર મધ્યના પર્વત (વૃત્તવૈતાદ્યપર્વતમેરુપર્વત)ને છોડી દક્ષિણમુખી નદી પૂર્વસમુદ્રમાં અને ઉત્તરમુખી નદી પશ્ચિમસમુદ્રમાં જાય છે. (૫૮, પ૯). હેમવઈ રોહિઅંસા, રોહિઆ ગંગદુગુણપરિવારા / એરણવએ સુવણ-પ્પકૂલાઓ તાણ સમા | ૬૦ ||