________________
૩૬૦
અધિકાર ચોથો- કાલોદસમુદ્ર
ssssssss
અધિકાર ચોથો |
(કાલોદસમુદ્ર)
ધાતકીખંડની ચારે બાજુ ફરતો વલયાકારે કાલોદસમુદ્ર છે. તેનું પાણી કાળુ છે. તેથી તેને કાલોદસમુદ્ર કહેવાય છે. તેના બે અધિપતિ છે - પૂર્વાર્ધનો અધિપતિ કાલ દેવ અને પશ્ચિમાધનો અધિપતિ મહાકાલ દેવ છે. તેમનું વર્ણન સુસ્થિતદેવની સમાન છે. તેઓ કાલોદસમુદ્રમાં પૂર્વમાં અને પશ્ચિમમાં ધાતકીખંડથી ૧૨,000 યોજન પછી આવેલા ૧-૧ દ્વિપોમાં રહે છે. તે દ્વીપો ગૌતમીપ જેવા છે. તે દ્વીપો પાણીની ઉપર સર્વત્ર ૨ ગાઉ ઊંચા છે.
કાલોદસમુદ્રના પાણીનો સ્વાદ વરસાદના પાણીના સ્વાદ જેવો છે. આ સમુદ્રમાં પાતાલકલશ નથી. તેથી પાણીનો ક્ષોભ થતો નથી. તેથી પાણીની વૃદ્ધિનહાનિ થતી નથી.
કાલોદસમુદ્રનો વિસ્તાર ૮,૦૦,૦૦૦ યોજન છે. કાલોદસમુદ્રની ઊંડાઈ સર્વત્ર ૧,000 યોજન છે. કાલોદસમુદ્રના એક છેડાથી બીજા છેડા સુધીનો વિસ્તાર = ૮,૦૦,૦૦૦ + ૪,૦૦,૦૦૦ + ૨,૦૦,૦૦૦ +
૧,૦૦,૦૦૦ + ૨,૦૦,૦૦૦ + ૪,૦૦,૦૦૦ +
૮,૦૦,૦૦૦ = ૨૯,૦૦,૦૦૦ કાલોદસમુદ્રની બાહ્યપરિધિ = V૨૯,00,000 x ૨૯,૦૦,૦૦૦ x ૧૦ = V૮,૪૧,00,00,00,00,000