________________
390
પુષ્કરવરાર્ધદ્વીપના ક્ષેત્રોની મુખપહોળાઈ
૩,૯૯,૦૦૦ યોજન જઈએ એટલે ૧-૧ કુંડ આવેલ છે. (આ કુંડો કયા ક્ષેત્રમાં છે ? તે જણાવ્યું નથી.) આ કુંડો ૨,૦૦૦ યોજન લાંબાપહોળા છે અને ૧૦ યોજન ઊંડા છે. નીચેનો વિસ્તાર થોડો છે. પછી ક્રમશઃ વધતો વધતો પૃથ્વીતલ ઉપર વિસ્તાર ૨,૦૦૦ યોજન છે. વૈતાઢ્યપર્વતો :
તે ૨૫ યોજન ઊંચા છે, ૬ `/૪ યોજન ભૂમિમાં ઊંડા છે, ૨૦૦ યોજન પહોળા છે.
વર્ષધરપર્વતો :
પુષ્કરવરાર્ધ દ્વીપના વર્ષધરપર્વતોની પહોળાઈ ધાતકીખંડના વર્ષધરપર્વતોની પહોળાઈ કરતા દ્વિગુણ છે.
ક્રમ | વર્ષધરપર્વતો
ધાતકીખંડમાં પહોળાઈ
૧ | લઘુહિમવંત-શિખરી ૨,૧૦૫ યો. ૫ ક. ૨ | મહાહિમવંત-ક્ષ્મી ૮,૪૨૧ યો. ૧ ક. ૩ નિષધ-નીલવંત | ૩૩,૬૮૪ યો. ૪ ક. પુષ્કરવરાર્ધદ્વીપના ક્ષેત્રોની મુખપહોળાઈ
|
પુષ્કરવરાર્ધદ્વીપમાં પહોળાઈ
૪,૨૧૦ યો. ૧૦ ક.
૧૬,૮૪૨ યો. ૨ ક.
૬૭,૩૬૮ યો. ૮ ક.
પૂર્વાર્ધના વર્ષધરપર્વતોની કુલ પહોળાઈ = ૧,૭૬,૮૪૨
યોજન ૨ કળા
પશ્ચિમાર્ધના વર્ષધ૨૫ર્વતોની કુલ પહોળાઈ = ૧,૭૬,૮૪૨ યોજન ૨ કળા
પુષ્કરવરાર્ધદ્વીપના વર્ષધરપર્વતોની કુલ પહોળાઈ = ૩,૫૩,૬૮૪ યોજન ૪ કળા
બે ઈજ઼કારપર્વતોની કુલ પહોળાઈ = ૨,૦૦૦ યોજન
ધાતકીખંડમાં વૈતાઢ્યપર્વતો જંબૂદ્વીપની જેમ ૫૦ યોજન પહોળા કહ્યા છે. તેથી પુષ્કરવરાર્ધદ્વીપમાં પણ વૈતાઢ્યપર્વતો જંબૂદ્વીપની જેમ ૫૦ યોજન પહોળા હોવા જોઈએ. છતાં બૃહત્સેત્રસમાસની ગાથા ૫૯૨ અને પૂજ્ય મલયગિરિ મહારાજકૃત અને તેની ટીકામાં પુષ્ક૨વરાર્ધદ્વીપના વૈતાઢ્યપર્વતોની પહોળાઈ ૨૦૦ યોજન જણાવી છે, માટે અમે પણ તે જ રીતે નિરૂપણ કર્યું છે. તત્ત્વ કેવળીગમ્ય છે.