________________
४०६
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ જસ્થિચ્છસિ વિખંભ, જગઈસિહરાઉ ઓવઈત્તાણું ! તે એગભાગલદ્ધ, ચઉહિ જયં જાણ વિખંભ | ૧૩ /
જગતના શિખરથી ઉતરીને જ્યાં પહોળાઈ ઈચ્છે છે તેને ૧ થી ભાગીને મળેલ અને ૪થી યુક્ત એ પહોળાઈ જાણ. (૧૩)
એમેવ ઉપૂઈત્તા, જં લદ્ધ સોયાતિ મૂલિલ્લા ! વિFારા જે સેસ, સો વિત્થારો તહિં તસ્સ . ૧૪ છે.
એ જ પ્રમાણે ઉપર ચઢીને (૧ થી ભાગીને) જે મળ્યું તેને મૂળના વિસ્તારમાંથી બાદ કર. જે શેષ છે તે ત્યાં તેનો વિસ્તાર છે. (૧૪)
પંચેવ ધણસયાઈ, વિસ્થિણા અદ્ધજોયણુશ્ચિટ્ટા ! વેઈ વણસંડા ઉણ, દેસૂણદુજોયણે સંદા / ૧૫ /
વેદિકા ૫૦૦ ધનુષ્ય પહોળી અને ૧/૨ યોજન ઊંચી છે. વનખંડો દેશોન ર યોજન પહોળા છે. (૧૫)
એએહિ પરિખિત્તા, દીવસમુદ્દા હવંતિ સર્વે વિ .. ચારિ દુવારા પુણ, ચઉદીસિ જંબૂદીવસ્ય . ૧૬
આ (જગતી, તેની ઉપર વેદિકા અને વનખંડ)થી બધાય દ્વીપસમુદ્રો વીંટાયેલા છે. જંબૂદ્વીપની ચાર દિશામાં ચાર દ્વાર છે. (૧૬)
ચઉજોયણવિન્જિન્ના, અઢેવ ય જોયણાઈ ઉચ્ચિઢા! ઉભઓ વિ કોસકોર્સ, કુટ્ટા બાહલ્લઓ તેસિં . ૧૭ |
(તે) ૪ યોજન પહોળા અને ૮ યોજન ઊંચા છે. તેમની બંને બાજુ પહોળાઈથી ૧-૧ ગાઉના બારસાખ છે. (૧૭).
પુવૅણ હોઈ વિજય, દાહિણઓ હોઈ વેજયંત તુ. અવરેણં તુ જયંત, અવરાઈયં ઉત્તરે પાસે / ૧૮ .
પૂર્વમાં વિજય (ાર) છે, દક્ષિણમાં વૈજયંત (દ્વાર) છે, પશ્ચિમમાં જયંત (દ્વાર) છે, ઉત્તર બાજુ અપરાજિત (દ્વાર) છે. (૧૮)