________________
બૃહત્સેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
મેરુપર્વતની દક્ષિણ બાજુ જે નદીઓ પર્વતો ઉપરથી ઊતરે છે તેમનો જે શરૂનો વિસ્તાર છે તેના કરણ કહીશ. (૨૨૪) પવહે દહવિત્ચારો, અસીઈભઈઓ ઉ દાહિણમુહીણું । સ ચ ચાલીસઈ ભઈઓ, સો ચેવ ય ઉત્તરમુહીણું ॥ ૨૨૫ ॥ ૮૦થી ભગાયેલ દ્રહનો વિસ્તાર દક્ષિણમુખી નદીઓનો શરૂનો વિસ્તાર છે. ૪૦થી ભગાયેલ તે જ ઉત્તરમુખી નદીઓનો શરૂનો વિસ્તાર છે. (૨૨૫)
૪૩૮
જો ઉણ ઉત્તરપાસે, એસેવ ગમો હવેજ્જ નાયવ્યો । જો દાહિણાભિમુહીણં, સો નિયમો ઉત્તરમુહીણું ॥ ૨૨૬ ॥ જે ઉત્તર તરફની નદીઓ છે તેમની આ જ રીત જાણવી. દક્ષિણમુખી નદીઓનો જે નિયમ છે તે ઉત્તરમુખી નદીઓનો પણ છે. (૨૨૬) જો જીસે વિત્ચારો, સલિલાએ હોઈ આઢવંતીએ । સો દસહિં પડુષ્પત્રો, મુહવિત્ચારો મુર્ણયવ્વો ॥ ૨૨૭ ॥ જે શરૂ થતી નદીનો જે વિસ્તાર છે તે ૧૦થી ગુણાયેલ મુખવિસ્તાર (સમુદ્રમાં પ્રવેશતી વખતનો વિસ્તાર) જાણવો. (૨૨૭) જો જત્થ ઉ વિત્થારો, સલિલાએ હોઈ જંબૂદ્દીવમ્મિ; પન્નાસઈમં ભાગ, તસુવ્વહં વિયાણાહિ ॥ ૨૨૮ ॥ જંબુદ્રીપમાં નદીનો જ્યાં જે વિસ્તાર હોય તે ૫૦મા ભાગનો તેની ઊંડાઈ જાણ. (૨૨૮)
પવહમુહવિત્થરાણ, વિસેસમર્દ્ર ભયાહિ સરિયાણું । સરિયાયામેણં ચ ઉ, સા વુડ્ડી એગપાસમ્મિ | ૨૨૯ ॥ નદીઓના શરૂના અને મુખના વિસ્તારોના તફાવતના અર્ધને નદીની લંબાઈથી ભાગ. તે એક બાજુમાં વૃદ્ધિ છે. (૨૨૯)
સા ચેવ દોહિ ગુણિયા, ઉભઓ પાસમ્મિ હોઈ પિરવુઠ્ઠી । જાવઇયા સલિલાઓ, માણુસલોગમ્મિ સમ્મિ | ૨૩૦ ॥ પણયાલીસ સહસ્સા, આયામો હોઈ સવ્વસરિયાણું એસેવ ભાગહારો, સરિયાણં વુદ્ધિહાણીનું ॥ ૨૩૧ ॥