________________
કુંડલદ્વીપ-રુચકદ્વીપની બાબતમાં કેટલાક મતાંતરો
૪૦૩
(૨) સંગ્રહણીમાં કુંડલદ્વીપ ૧૧મો અને રુચકદ્વીપ ૧૩મો
કહ્યો છે.
(૩) અરુણદ્વીપથી ત્રિપ્રત્યવતાર દ્વીપની ગણતરી કરતા કુંડલદ્વીપ ૧૫મો અને રુચકદી૫ ૨૧મો છે.
શેષ દ્વીપ-સમુદ્રોનો વિચાર શ્રુતસમુદ્રમાંથી જાણી લેવો. મનુષ્યક્ષેત્રની બહારનો અધિકાર સમાપ્ત
બૃહત્સેત્રસમાસમાં કુલ ૬૫૬ ગાથા છે.
લઘુક્ષેત્રસમાસમાં કુલ ૨૬૩ ગાથા છે અને ૩૭ સંગ્રહગાથા છે. આ સંપૂર્ણ ગ્રંથમાં જિનાજ્ઞાવિરુદ્ધ કંઈ પણ નિરૂપણ થયું હોય તો તેનું ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ દઉં છું. ક્ષેત્રમાસનો પદાર્થસંગ્રહ સમાપ્ત
સમ્યગદષ્ટિ જીવડો, કરે કુટુંબ પ્રતિપાલ; અંતરથી ન્યારો રહે, જ્યું ધાવ ખેલાવે બાલ. ૧ અજીર્ણે ભોજન તજે, અને ઊણોદરી થાય; શરીર સુખકારી રહે, વિકાર થાય વિદાય. ૨ ભોજન બીચ પાણી ભલું, ભોજન અંતે છાશ; મધ્યાહ્ને ભોજન કરે, સર્વ રોગનો નાશ. ૩ ઓકી દાતણ જે કરે, નરણે હરડે ખાય, દૂધે વાળુ જે કરે, તસ ઘર વૈદ્ય ન જાય. ૪ દાંતે લૂણ જે વાપરે, કવળે ઊનું ખાય;
ડાબું પડખું દાબી સૂવે, તે ઘેર વૈદ્ય ન જાય. ૫