SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ભદ્રશાલવનના ૮ વિભાગ, મેરુપર્વત ભદ્રશાલવનના ૮ વિભાગ : (૧) મેરુથી પૂર્વમાં (૨) મેરુથી પશ્ચિમમાં ૩૫૧ (૩) વિદ્યુત્પ્રભ-સોમનસ ગજદંતગિરિઓની વચ્ચે દક્ષિણમાં (૪) ગંધમાદન-માલ્યવંત ગજદંતગિરિઓની વચ્ચે ઉત્તરમાં સીતા-સીતોદા નદીઓ પૂર્વ-પશ્ચિમ વિભાગના ઉત્તર-દક્ષિણ બે-બે વિભાગ કરે છે, અને ઉત્તર-દક્ષિણ વિભાગના પૂર્વ-પશ્ચિમ બે-બે વિભાગ કરે છે. તેથી ભદ્રશાલવનના કુલ ૮ વિભાગ થાય છે. * ધાતકીખંડના પૂર્વાર્ધમાં ઉત્તરકુરુમાં ધાતકીવૃક્ષ છે. તેનો અધિપતિ સુદર્શન દેવ છે. ધાતકીખંડના પશ્ચિમાર્ધમાં ઉત્તરકુરુમાં મહાધાતકીવૃક્ષ છે. તેનો અધિપતિ પ્રિયદર્શન દેવ છે. ધાતકીખંડના પૂર્વાર્ધમાં દેવકુરુમાં શાલ્મલીવૃક્ષ છે. ધાતકીખંડના પશ્ચિમાર્ધમાં દેવમાં શાલ્મલીવૃક્ષ છે. આ બંને શાલ્મલીવૃક્ષોના અધિપતિ ગરુડદેવો છે. ધાતકીવૃક્ષ – મહાધાતકીવૃક્ષનું વર્ણન જંબૂવૃક્ષની જેમ જાણવું. શાલ્મલીવૃક્ષનું વર્ણન જંબૂદ્વીપના શાલ્મલીવૃક્ષની જેમ જાણવું. મેરુપર્વત ઃ - ધાતકીખંડમાં બે મેરુપર્વત છે – ૧ પૂર્વાર્ધમાં અને ૧ પશ્ચિમાર્ધમાં. મેરુપર્વતની ઊંચાઈ = ૮૪,૦૦૦ યોજન. મેરુપર્વત ભૂમિમાં અવગાઢ = ૧,૦૦૦ યોજન. મેરુપર્વતની ભૂમિમાં પહોળાઈ = ૯,૫૦૦ યોજન. મેરુપર્વતની ભૂમિતલ ઉપર પહોળાઈ = ૯,૪૦૦ યોજન. મેરુપર્વતની શિખરની પહોળાઈ = ૧,૦૦૦ યોજન. આ મેરુપર્વતોમાં પણ જંબુદ્રીપના મેરુપર્વતની જેમ ચાર વન છે.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy