________________
મંડલગતવૃદ્ધિહાનિપ્રતિભાસપ્રરૂપણા
૨૮૧ કૃષ્ણપક્ષમાં હાનિ જે જણાય છે તે રાહુવિમાનથી થતા આવરણ અને અનાવરણના કારણે છે.
રાહુ બે પ્રકારે છે – ધ્રુવરાહુ અને પર્વરાહુ.
ધ્રુવરાહુનું વિમાન કાળુ છે. તે ચંદ્રબિંબની નીચે ૪ આંગળ દૂર ચાર ચરે છે. તે ક્યારેક ચંદ્રબિંબનું આવરણ થાય તે રીતે ચાર ચરે છે અને ક્યારેક ચંદ્રબિંબનું અનાવરણ થાય તે રીતે ચાર ચરે છે. તેથી ચંદ્રબિંબની વૃદ્ધિનહાનિ જણાય છે.
ચંદ્રવિમાનના ૬ર ભાગ કલ્પી તેને ૧પથી ભાગવાથી ચાર બાસઠીયા ભાગ મળે અને શેષ બે બાસઠીયા ભાગ રહે. તે બે ભાગ હંમેશા ખુલ્લા હોય છે. તેને ચંદ્રની ૧૬મી કળા કહેવાય છે.
કૃષ્ણપક્ષના પ્રથમ દિવસે રાહુ ચંદ્રના ૪ બાસઠીયા ભાગ આવશે.
કૃષ્ણપક્ષના બીજા દિવસે રાહુ ચંદ્રના ૮ બાસઠીયા ભાગ આવશે. કૃષ્ણપક્ષના ત્રીજા દિવસે રાહુ ચંદ્રના ૧૨ બાસઠીયા ભાગ આવરે.
એમ એક એક દિવસમાં ૪-૪ બાસઠીયા ભાગ વધુ-વધુ આવરતો અમાવાસ્યાના દિવસે રાહુ ચંદ્રના ૬૦ બાસઠીયા ભાગ આવરે.
શુક્લપક્ષના પ્રથમ દિવસે રાહુ ચંદ્રના ૪ બાસઠીયા ભાગ ખુલ્લા કરે. શુક્લપક્ષના બીજા દિવસે રાહુ ચંદ્રના ૮ બાસઠીયા ભાગ ખુલ્લા કરે. શુક્લપક્ષના ત્રીજા દિવસે રાહુ ચંદ્રના ૧૨ બાસઠીયા ભાગ ખુલ્લા કરે.
એમ ૧-૧ દિવસમાં ૪-૪ બાસઠીયા ભાગ વધુ-વધુ ખુલ્લા કરતો પૂનમના દિવસે રાહુ ચંદ્રના ૬૦ બાસઠીયા ભાગ ખુલ્લા કરે.
પર્વરાહુ ચંદ્ર-સૂર્યની નીચેથી જતો ચંદ્ર સૂર્યને આવરતો જાય છે. તે ચંદ્ર-સૂર્યને જઘન્યથી ૬ મહિને આવરે અને ઉત્કૃષ્ટથી ચંદ્રને ૪૨ મહિને-સૂર્યને ૪૮ વરસે આવશે. જ્યારે પર્વરાહુ ચંદ્ર-સૂર્યને આવરે છે ત્યારે લોકો કહે છે કે ચંદ્રગ્રહણ-સૂર્યગ્રહણ થયું.