________________
લવણસમુદ્રમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા
૨ ચંદ્ર - ૨ સૂર્ય લવણસમુદ્રની શિખાની અંદર છે અને ૨ ચંદ્ર - ૨ સૂર્ય લવણસમુદ્રની શિખાની બહાર છે.
૩૨૪
૨ સૂર્ય (લવણશિખાની અંદરનો ૧ સૂર્ય અને લવણશિખાની બહારનો ૧ સૂર્ય) જંબૂદ્વીપના ૧ સૂર્યની સમશ્રેણિએ ચા૨ ચરે છે. બીજા ૨ સૂર્ય (લવણશિખાની અંદરનો ૧ સૂર્ય અને લવણશિખાની બહારનો ૧ સૂર્ય) જંબૂદ્વીપના બીજા સૂર્યની સમશ્રેણિએ ચાર ચરે છે.
૨ ચંદ્ર (લવણશિખાની અંદરનો ૧ ચંદ્ર અને લવણશિખાની બહારનો ૧ ચંદ્ર) જંબુદ્રીપના ૧ ચંદ્રની સમશ્રેણિએ ચાર ચરે છે. બીજા ૨ ચંદ્ર (લવણશિખાની અંદરનો ૧ ચંદ્ર અને લવણશિખાની બહારનો ૧ ચંદ્ર) જંબુદ્રીપના બીજા ચંદ્રની સમશ્રેણિએ ચાર ચરે છે.
લવણસમુદ્રમાં જ્યારે મેરુપર્વતની ઉત્તર તરફ દિવસ હોય ત્યારે દક્ષિણ તરફ પણ દિવસ હોય અને જ્યારે મેરુપર્વતની દક્ષિણ તરફ દિવસ હોય ત્યારે ઉત્તર તરફ પણ દિવસ હોય. ત્યારે પૂર્વમાંપશ્ચિમમાં રાત્રિ હોય.
લવણસમુદ્રમાં જ્યારે મેરુપર્વતની પૂર્વમાં દિવસ હોય ત્યારે પશ્ચિમમાં પણ દિવસ હોય અને જ્યારે મેરુપર્વતની પશ્ચિમમાં દિવસ હોય ત્યારે પૂર્વમાં પણ દિવસ હોય. ત્યારે ઉત્ત૨માં-દક્ષિણમાં રાત્રિ હોય.
આ જ રીતે ધાતકીખંડ વગેરેમાં પણ જાણવું.
લવણસમુદ્રના જ્યોતિષવિમાનો ઉદકસ્ફટિકમય છે. તે પાણીને ફાડવાના સ્વભાવવાળા હોય છે. તેથી લવણસમુદ્રની શિખામાં ચાર ચરતા પણ તેમને વ્યાઘાત થતો નથી. તેઓ ઊંચે પ્રકાશ કરનારા હોવાથી લવણસમુદ્રની શિખામાં પણ પ્રકાશ કરે છે. શેષ દ્વીપસમુદ્રોના જ્યોતિષ વિમાનો સ્ફટિકમય છે.