________________
૩૨૭
ધાતકીખંડના ક્ષેત્રો-પર્વતો ધાતકીખંડના દ્વારોનું પરસ્પર અંતર
દેશોન ૪૧,૧૦,૯૬૧ - ૧૮ -
૪ દેશોન ૪૧,૧૦,૯૪૩
- દેશોન ૧૦,૨૭,૭૩૫ યોજન. ઈષકારપર્વતો :
ધાતકીખંડની ઉત્તરમાં અને દક્ષિણમાં ૧-૧ ઈષકારપર્વત છે. તે લવણસમુદ્ર અને કાળોદધિસમુદ્રને સ્પર્શેલ છે. તે પ૦૦ યોજન ઊંચા, ઉત્તર-દક્ષિણ ૪,00,000 યોજન લાંબા અને પૂર્વ-પશ્ચિમ ૧,000 યોજન પહોળા છે. તે બન્ને પર્વતો ધાતકીખંડના બે વિભાગ કરે છે – પૂર્વાર્ધ અને પશ્ચિમાઈ. ધાતકીખંડમાં ક્ષેત્રો-પર્વતો :
દક્ષિણના ઈષકારપર્વતની પૂર્વમાં ભરતક્ષેત્ર છે. ત્યાર પછી ક્રમશઃ લઘુહિમવંતપર્વત, હિમવંતક્ષેત્ર, મહાહિમવંતપર્વત, હરિવર્ષક્ષેત્ર, નિષધપર્વત, મહાવિદેહક્ષેત્ર, નીલવંતપર્વત, રમ્યકક્ષેત્ર, રુકુમીપર્વત, હિરણ્યવંતક્ષેત્ર, શિખરી પર્વત, ઐરાવતક્ષેત્ર, ઉત્તરનો ઈષકારપર્વત છે.
આ જ રીતે દક્ષિણ ઈષકારપર્વતની પશ્ચિમમાં બીજુ ભરતક્ષેત્ર છે. ત્યાર પછી ક્રમશઃ લઘુહિમવંતપર્વત, હિમવંતક્ષેત્ર, મહાહિમવંતપર્વત, હરિવર્ષક્ષેત્ર, નિષધપર્વત, મહાવિદેહક્ષેત્ર, નીલવંતપર્વત, રમ્યકક્ષેત્ર, રુકમપર્વત, હિરણ્યવંતક્ષેત્ર, શિખરી પર્વત, ઐરાવતક્ષેત્ર, ઉત્તરનો ઈષકારપર્વત છે.
બન્ને મહાવિદેહક્ષેત્રમાં ૧-૧ મેરુપર્વત છે.
ચક્રની નાભિના સ્થાને જંબુદ્વીપ અને લવણસમુદ્ર છે, આરાના સ્થાને ધાતકીખંડના વર્ષધરપર્વતો છે અને આરાના આંતરાના સ્થાને ધાતકીખંડના ક્ષેત્રો છે.
બધા ક્ષેત્રો-પર્વતોની લંબાઈ ૪,૦૦,૦00 યોજન છે.
ક્ષેત્રો લવણસમુદ્રની દિશામાં સાંકળા અને કાળોદધિસમુદ્રની દિશામાં પહોળા છે. પર્વતો સર્વત્ર સમાન છે.