SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૭ ધાતકીખંડના ક્ષેત્રો-પર્વતો ધાતકીખંડના દ્વારોનું પરસ્પર અંતર દેશોન ૪૧,૧૦,૯૬૧ - ૧૮ - ૪ દેશોન ૪૧,૧૦,૯૪૩ - દેશોન ૧૦,૨૭,૭૩૫ યોજન. ઈષકારપર્વતો : ધાતકીખંડની ઉત્તરમાં અને દક્ષિણમાં ૧-૧ ઈષકારપર્વત છે. તે લવણસમુદ્ર અને કાળોદધિસમુદ્રને સ્પર્શેલ છે. તે પ૦૦ યોજન ઊંચા, ઉત્તર-દક્ષિણ ૪,00,000 યોજન લાંબા અને પૂર્વ-પશ્ચિમ ૧,000 યોજન પહોળા છે. તે બન્ને પર્વતો ધાતકીખંડના બે વિભાગ કરે છે – પૂર્વાર્ધ અને પશ્ચિમાઈ. ધાતકીખંડમાં ક્ષેત્રો-પર્વતો : દક્ષિણના ઈષકારપર્વતની પૂર્વમાં ભરતક્ષેત્ર છે. ત્યાર પછી ક્રમશઃ લઘુહિમવંતપર્વત, હિમવંતક્ષેત્ર, મહાહિમવંતપર્વત, હરિવર્ષક્ષેત્ર, નિષધપર્વત, મહાવિદેહક્ષેત્ર, નીલવંતપર્વત, રમ્યકક્ષેત્ર, રુકુમીપર્વત, હિરણ્યવંતક્ષેત્ર, શિખરી પર્વત, ઐરાવતક્ષેત્ર, ઉત્તરનો ઈષકારપર્વત છે. આ જ રીતે દક્ષિણ ઈષકારપર્વતની પશ્ચિમમાં બીજુ ભરતક્ષેત્ર છે. ત્યાર પછી ક્રમશઃ લઘુહિમવંતપર્વત, હિમવંતક્ષેત્ર, મહાહિમવંતપર્વત, હરિવર્ષક્ષેત્ર, નિષધપર્વત, મહાવિદેહક્ષેત્ર, નીલવંતપર્વત, રમ્યકક્ષેત્ર, રુકમપર્વત, હિરણ્યવંતક્ષેત્ર, શિખરી પર્વત, ઐરાવતક્ષેત્ર, ઉત્તરનો ઈષકારપર્વત છે. બન્ને મહાવિદેહક્ષેત્રમાં ૧-૧ મેરુપર્વત છે. ચક્રની નાભિના સ્થાને જંબુદ્વીપ અને લવણસમુદ્ર છે, આરાના સ્થાને ધાતકીખંડના વર્ષધરપર્વતો છે અને આરાના આંતરાના સ્થાને ધાતકીખંડના ક્ષેત્રો છે. બધા ક્ષેત્રો-પર્વતોની લંબાઈ ૪,૦૦,૦00 યોજન છે. ક્ષેત્રો લવણસમુદ્રની દિશામાં સાંકળા અને કાળોદધિસમુદ્રની દિશામાં પહોળા છે. પર્વતો સર્વત્ર સમાન છે.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy