________________
૩00
ગોતીર્થ-જલવૃદ્ધિ વેલંધર-અનુવલંધર પર્વતોનું પરસ્પર અંતર = તે સ્થળે લવણસમુદ્રની પરિધિ – (2 x વેલંધર પર્વતનો
મૂળવિખ્રભ)
દેશોન ૫,૮૫,૦૯૧ – (2 x ૧,૦૨૨)
દેશોન ૫,૮૫,૦૯૧ – ૮, ૧૭૬
દેશોન ૫,૭૬,૯૧૫ = ૭૨,૧૧૪ 3, યોજન.
૮ = ૨,૧૧૪ , યોજન. ગોતીર્થ-જલવૃદ્ધિ
તળાવ વગેરેમાં પ્રવેશવાનો ક્રમશઃ નીચો-નીચો થતો માર્ગ તે ગોતીર્થ. લવણસમુદ્રના બન્ને કિનારાથી ૫,000 યોજન સુધી ગોતીર્થ છે. જંબૂદીપ અને ધાતકીખંડની વેદિકાના છેડા પાસે ગોતીર્થ અંગુલીઅસંખ્ય જેટલું છે. પછી ક્રમશઃ વધતા વધતા ૯૫,000 યોજન પછી ગોતીર્થ ૧,000 યોજન ઊંડુ છે. લવણસમુદ્રના મધ્યના ૧૦,૦૦૦ યોજનની ઊંડાઈ ૧,૦૦૦ યોજન એક સરખી છે.
લવણસમુદ્રમાં બન્ને કિનારાથી ૯૫,૦૦૦ યોજન સુધી ક્રમશઃ પાણીની વૃદ્ધિ છે. કિનારા પાસે જલવૃદ્ધિ અંગુલીઅસંખ્ય છે. પછી ક્રમશઃ વધતી-વધતી ૯૫,000 યોજન ગયા પછી જલવૃદ્ધિ ૭00 યોજન છે. વચ્ચેના ૧૦,૦૦૦ યોજનમાં જલવૃદ્ધિ ૧૬,000 યોજન છે.