________________
૩૦૯
સૂર્યદ્વીપ સૂર્યદ્વીપ :
જંબૂદ્વીપની વેદિકાથી પશ્ચિમ દિશામાં લવણસમુદ્રમાં ૧૨,000 યોજન પછી ગૌતમદ્વીપની બન્ને બાજુએ ર-ર સૂર્યદ્વીપો આવેલ છે. આ પાંચે દીપોનું પરસ્પર અંતર ૧૨,૦00 યોજન છે. ૪ સૂર્યદ્વીપોમાં જંબુદ્વીપના સૂર્યના રદ્વીપ છે અને લવણસમુદ્રના શિખાની અંદરના ૨ સૂર્યના રદ્વીપ છે. તેજ દ્વીપો ૧૨,૦૦૦યોજન લાંબા-પહોળા છે. તેઓ જંબૂઢીપતરફ પાણીથી ૮૮ યોજનાર ગાઉઊંચા છે અને લવણસમુદ્ર તરફ પાણીથી યોજન ઉંચા છે. તેમની ચારે બાજુ ફરતી ૧ પદ્મવરવેદિકા અને ૧ વનખંડછે. દરેક દ્વીપની મધ્યમાં ૧ પ્રાસાદાવતેસક છે. તે ૬૨ / યોજન ઊંચો અને ૩૧ ૧, યોજન લાંબો-પહોળો છે. તેની મધ્યમાં ૧ મણિપીઠિકા છે. તે ૧ યોજન લાંબી-પહોળી અને ૧|| યોજન ઊંચી છે. તેની ઉપર પોતપોતાના અધિપતિ સૂર્યેન્દ્રના સપરિવાર સિહાસનો છે. સૂર્યેન્દ્રનું આયુષ્ય ૧ પલ્યોપમ + ૧,વર્ષ છે. તેનો પરિવાર વિજયદેવની જેમ છે. ચાર અગ્રમહિષીના નામ સૂર્યપ્રભા, આતપા, અર્ચિર્માલા, પ્રભંકરા છે. તે દરેક અગ્રમહિષી ૪,૦૦૦ દેવીઓને વિકુર્વે છે. સૂર્યન્દ્રની રાજધાની પશ્ચિમમાં અસંખ્ય દ્વીપ-સમુદ્ર પછીના જંબૂદ્વીપમાં અને લવણસમુદ્રમાં ક્રમશઃ છે.
ધાતકીખંડની વેદિકાથી પહેલા લવણસમુદ્રમાં ૧૨,000 યોજના પૂર્વે જંબૂદીપથી પશ્ચિમમાં ૮ સૂર્યદ્વીપ છે. તેમનું પરસ્પર અંતર ૧૨,000 યોજન છે. તે સૂર્યદ્વીપો લવણસમુદ્રની શિખાની બહારના ૨ સૂર્યના અને ધાતકીખંડના ૬ સૂર્યના છે. તેમનું વર્ણન પૂર્વે કહેલા સૂર્યદ્વીપ પ્રમાણે જાણવું. તેઓ ધાતકીખંડ તરફ પાણીથી ૮૮ ૨ યોજન ૨ ગાઉ ઊંચા છે અને જંબૂદ્વીપ તરફ પાણીથી – યોજન ઊંચા છે.
૯૫
સાથી ૧