________________
ચંદ્રમંડલવક્તવ્યતા, મંડલક્ષેત્રપ્રરૂપણા
૨૧
૪૭,૨૬૩ યોજન અને ઉપર ૧૦૦ યોજન પ્રકાશે છે.
૬૦
એક સૂર્ય સર્વાત્યંતર મંડલમાં મેરુપર્વતથી અગ્નિખૂણામાં પ્રવેશે ત્યારે જ બીજો સૂર્ય સર્વાયંતર મંડલમાં મેરુપર્વતથી વાયવ્યખૂણામાં પ્રવેશે. આ બન્ને સૂર્યો વડે પ્રથમક્ષણે જે ક્ષેત્ર વ્યાપેલુ છે તેની અપેક્ષાએ સંપૂર્ણ અત્યંતર મંડલની કલ્પના કરાય છે. એને આશ્રયીને જ મંડલના પરિધિ અને મુહૂર્તગતિ પૂર્વે કહ્યા છે.
હકીકતમાં સર્વઅત્યંતર મંડલ છે જ નહીં, કેમકે પ્રથમક્ષણ પછી બન્ને સૂર્યો ધીમે ધીમે બહારના મંડલ તરફ સરકે છે.
પછી તે બન્ને સૂર્યો સર્વાત્યંતર મંડલથી નીકળતા નવા વરસના પ્રથમ દિવસે બીજા મંડલમાં પ્રવેશે છે. દક્ષિણનો સૂર્ય સર્વાયંતર દક્ષિણાર્ધ મંડલમાંથી નીકળી મેરુપર્વતથી વાયવ્યખૂણામાં બીજા મંડલમાં પ્રવેશે છે. ઉત્તરનો સૂર્ય સર્વત્યંતર ઉત્તરાર્ધમંડલમાંથી નીકળી મેરુપર્વતથી અગ્નિખૂણામાં બીજા મંડલમાં પ્રવેશે છે. આ રીતે બીજા મંડલમાં પ્રવેશેલા બન્ને સૂર્યોવડે પ્રથમ ક્ષણે જે ક્ષેત્ર વ્યાપેલુ છે તેની અપેક્ષાએ સંપૂર્ણ દ્વિતીય મંડલની કલ્પના કરાય છે.
આ
એમ અંદરથી બહાર નીકળતા અને બહારથી અંદર પ્રવેશતા બધા મંડલોમાં પ્રથમક્ષણે સૂર્યો વડે વ્યાપેલા ક્ષેત્રની અપેક્ષાએ જ સંપૂર્ણ મંડલની કલ્પના કરાય છે.
(૨) ચંદ્રમંડલવક્તવ્યતા : અહીં ૫ અનુયોગદ્વાર છે.
(i) મંડલક્ષેત્રપ્રરૂપણા :
સર્વઅત્યંતર મંડલથી સર્વબાહ્ય મંડલ સુધીના મંડલો વડે વ્યાપેલું ક્ષેત્ર તે મંડલક્ષેત્ર.
ચંદ્રના મંડલ = ૧૫
એક ચંદ્રમંડલની પહોળાઈ
ચંદ્રમંડલના આંતરા = ૧૪
=
૫૬
૬૧
—યોજન
૨૬૧