________________
૨૩૪
એક વિજય પરિધિ સા.રપ યોજન છે. (ભરતક્ષેત્રના ગંગાદ્વીપની જેમ) તે પાણીની ઉપર ૨ ગાઉ ઊંચો છે. તેને ચારે બાજુ ફરતી એક પદ્મવરવેદિકા અને એક વનખંડ છે. સિંધુદ્વીપની મધ્યમાં સિંધુદેવીનું ભવન છે. તે ૧ ગાઉ લાંબુ, ૧, ગાઉ. પહોળુ અને દેશોન ૧ ગાઉ ઊંચું છે. તેમાં વિવિધ મણિના સેંકડો થાંભલા છે. ભવનની મધ્યમાં ૧ મણિપીઠિકા છે. તેની ઉપર સિંધુદેવીની શય્યા છે. સિંધુકુંડના દક્ષિણ તોરણથી સિંધુ નદી નીકળે છે. તે ઉત્તરકચ્છાર્ધમાં દક્ષિણ તરફ જાય છે. વૈતાદ્યપર્વત સુધીમાં તેને ૭,૦૦૦ નદીઓ મળે છે. તે તમિસ્રાગુફાની પશ્ચિમ બાજુએ વૈતાઢ્યને નીચેથી ભેદી દક્ષિણ કચ્છાર્ધમાં આગળ વધી સીતા નદીને મળે છે. ત્યાં સુધીમાં તેને બીજી ૭,૦૦૦ નદીઓ મળે છે. આમ તેને કુલ ૧૪,૦૦૦ નદીઓ મળે છે. કુંડમાંથી નીકળે ત્યારે સિંધુ નદીની પહોળાઈ ૬૧), યોજન છે અને ઊંડાઈ ૧, ગાઉ છે. સીતા નદીમાં પ્રવેશ વખતે તેની પહોળાઈ ૬ર૧/યોજન છે અને ઊંડાઈ ૫ ગાઉ છે.
વૃષભકૂટની પૂર્વમાં ગંગાકુંડ છે. તે સિંધૂકુંડની સમાન છે. ગંગાકુંડના દક્ષિણ તોરણથી ગંગાનદી નીકળે છે. તેની વક્તવ્યતા સિંધુ નદીની સમાન છે. તે ખંડપ્રપાતગુફાની પૂર્વ બાજુએ વૈતાઢ્યને નીચેથી ભેદે છે.
આમ ગંગા-સિંધુ નદીઓ ઉત્તર કચ્છાધના અને દક્ષિણકચ્છાર્થના ૩-૩ વિભાગ કરે છે. તેથી કચ્છ વિજયના છ ખંડ થાય છે. એમ શેષ વિજયોના પણ છ-છ ખંડો જાણવા. સીતાની ઉત્તરની કચ્છાદિ આઠ વિજયોમાં અને સીતાદાની દક્ષિણની પહ્માદિ આઠ વિજયોમાં ગંગાસિંધુ નદીઓ છે. સીતાની દક્ષિણની મંગલાવતી વગેરે આઠ વિજયોમાં અને સીતોદાની ઉત્તરની ગંધિલાવતી વગેરે આઠ વિજયોમાં રફતારફતવતી નદીઓ છે. વિનમુખ :
મહાવિદેહક્ષેત્રમાં ચાર વનમુખ છે. તે આ પ્રમાણે - સીતા નદી પૂર્વસમુદ્રને મળે ત્યાં તેના બન્ને કિનારે ૧-૧ વનમુખ છે. સીતાદા નદી પશ્ચિમ સમુદ્રને મળે ત્યાં તેના બન્ને કિનારે ૧-૧ વનમુખ છે. આ વનમુખો ઉત્તર-દક્ષિણ લાંબા અને પૂર્વ-પશ્ચિમ પહોળા છે. સીતા-સીતોદા પાસે વનમુખોની પહોળાઈ પૂર્વે કહી છે. નિષધનીલવંત પાસે વનમુખોની પહોળાઈ =