________________
૬૧.
૬૧
૨૫૦
મંડલાંતરપ્રરૂપણા, મંડલચારપ્રરૂપણા = ૯૯,૬૪૫ ૩૫ + ૫ = ૯૯,૬૫૧ ૯ યોજના
એમ આગળ આગળના મંડલમાં બે સૂર્યોનું પરસ્પર અંતર ૫૫ યોજન વધારવું. સર્વબાહ્યમંડલમાં બે સૂર્યોનું પરસ્પર આંતરુ = ૯૯,૬૪૦ + (૧૮૩ x ) = ૯૯,૬૪૦
+ ૯૧૫ + ૧૦૫ = ૧,૦૦,૬૬૦ યોજન. () મંડલાંતરપ્રરૂપણા -
બે મંડલનું પરસ્પર અંતર ર યોજન છે. કુલ મંડલાંતર
૧૮૩ છે. છ મંડલચારપ્રરૂપણા - અહીં ૭ અનુયોગદ્વાર છે. (a) વરસમાં મંડલના ચારની સંખ્યાની પ્રરૂપણા :
જે દિવસે સર્વઅત્યંતર મંડલથી બીજા મંડલમાં સૂર્ય ચાર ચરે તે સૂર્ય-સંવત્સરનો પહેલો દિવસ છે. પછી પછીના દિવસે સૂર્ય પછી પછીના મંડલમાં ચાર ચરે. ૧૮૩મા દિવસે સૂર્ય સર્વબાહ્ય મંડલમાં ચાર ચરે. ત્યારે પ્રથમ ૬ માસ પૂર્ણ થાય. ત્યાર પછીના દિવસે સૂર્ય સર્વબાહ્યથી અંદર બીજા મંડલમાં ચાર ચરે. તે બીજા ૬ માસનો પ્રથમ દિવસ છે. પછી પછીના દિવસે સૂર્ય પછી પછીના મંડલમાં ચાર ચરે. ૧૮૩મા દિવસે સૂર્ય સર્વઅત્યંતર મંડલમાં ચાર ચરે. ત્યારે બીજા ૬ માસ અને સૂર્યસંવત્સર પૂર્ણ થાય. આમ ૩૬૬ દિવસના ૧ સંવત્સરમાં સૂર્ય સર્વઅત્યંતર મંડલમાં અને સર્વબાહ્ય મંડલમાં ૧૧ વાર ચાર ચરે છે, શેષ ૧૮ર મંડલોમાં ૨-૩ વાર ચાર ચરે છે.
(b) વરસમાં દરેક અહોરાત્રમાં દિવસ-રાત્રિનું પ્રમાણ :
જ્યારે સર્વઅત્યંતર મંડલમાં સૂર્ય ચાર ચરે ત્યારે ૧૮ મુહૂર્તનો સર્વોત્કૃષ્ટ દિવસ હોય અને ૧૨ મુહૂર્તની સર્વજઘન્ય રાત્રિ હોય. નવા વરસના પ્રથમ દિવસે જ્યારે સૂર્ય બીજા મંડલમાં ચાર ચરે ત્યારે ૧૮