________________
૧૨ આંતરનદીઓ, ૩૨ વિજયો
૨૩૧ (૧) ગાહાવતી ૪) તપ્તા (૭) ક્ષીરોદા (૧) ઉર્મિમાલિની (૨) હ્રદાવતી (૫) મત્તા (૮) શીતસ્રોતા (૧૧) ગંભીરમાલિની (૩) વેગવતી (૬) ઉન્મત્તા (૯) અંતર્વાહિની (૧ર) ફેમમાલિની
આ અંતરનદીઓ ૧૦યોજન ઊંડી છે. તે વર્ષધરપર્વતોની નજીકના પોતપોતાના કુંડમાંથી શરૂ થાય છે. બધા કુંડો ૧૨૦ યોજન લાંબા-પહોળા અને ૧૦ યોજન ઊંડા છે. તેમની પરિધિ દેશોન ૩૮૦ યોજન છે (રોહિતાશાપ્રપાતકુંડની જેમ). દરેક કુંડની મધ્યમાં નદીના નામનો દ્વિીપ છે. તે ૧૬ યોજન લાંબો-પહોળો છે. તેની પરિધિ સા. ૫૦ યોજન
છે (રોહિતાશા કુંડની જેમ). બધા દ્વીપો પાણીથી ૨ ગાઉ ઊંચા છે. બધા દ્વિીપો એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી વીંટાયેલા છે. દરેક દ્વીપની મધ્યમાં અધિપતિદેવીનું ભવન છે. અધિપતિદેવીઓ નદીના નામવાળી છે. ભવનની લંબાઈ ૧ ગાઉ છે, પહોળાઈ ૧, ગાઉ છે અને ઊંચાઈ દેશોન ૧ ગાઉ છે. દરેક ભવનમાં ચિત્ર મણિના સેંકડો થાંભલા છે. ભવનની મધ્યમાં અધિપતિદેવીનો પલંગ છે. અંતરનદીઓની પહોળાઈ સર્વત્ર ૧૨૫ યોજન છે અને ઊંડાઈ સર્વત્ર ૨૧, યોજન છે. ૩ર વિજયો :
ચક્રવર્તીને જીતવા યોગ્ય ક્ષેત્ર તે એક વિજય. મહાવિદેહક્ષેત્રમાં ૩ર વિજય છે. માલ્યવંત ગજદંતગિરિની નજીકની પ્રથમ વિજયથી પ્રદક્ષિણાવર્ત ક્રમે વિજયોના નામ આ પ્રમાણે છે -
(૧) ૭ (૯) વત્સ (૧૭) પદ્મ (રપ) વસ્ત્ર (ર) સુકચ્છ (૧૦) સુવત્સ (૧૮) સુપદ્મ (ર૬) સુવ, (૩) મહાકચ્છ (૧૧) મહાવત્સ (૧૯) મહાપદ્મ (ર૭) મહાવપ્ર (૪) કચ્છાવતી (૧૨) વત્સાવતી (ર૦) પદ્માવતી (૨૮) વપ્રાવતી (૫) આવર્ત (૧૩) રમ્ય (ર૧) શંખ (ર૯) વલ્થ (૬) મંગલાવર્ત (૧૪) રમક (રર) નલિન (૩૦) સુવલ્લુ (૭) પુષ્કલ (૧૫) રમણીય (ર૩) કુમુદ (૩૧) ગંધિલ
(૮) પુષ્કલાવતી (૧૬) મંગલાવતી (ર૪) નલિનાવતી (૩ર) ગંધિલાવતી | બ્રહક્ષેત્રસમાસની મૂળગાથા ૩૭પમાં આનું નામ દહવઈ લખ્યું હોવાથી અહીં દ્રહવતી હોવું જોઈએ, છતાંટીકામાં હ્રદાવતી લખ્યું હોવાથી અમે પણ તે પ્રમાણે લખ્યું છે. લઘુક્ષેત્રસમાસની મૂળ ગાથા ૧૫રમાં આનું નામ દહવઈ લખ્યું છે અને ટીકામાં દ્રહવતી લખ્યું છે.