________________
૨૨૨
પંડકવન
* દિશા
||
કેટલા સિંહાસન ?
પૂર્વમાં દક્ષિણમાં પશ્ચિમમાં
શિલાનું નામ પાંડુકંબલા અતિપાંડુકંબલા રક્તકંબલા અતિરક્તકંબલા.
| ઉત્તરમાં
પૂર્વની શિલાના ઉત્તર તરફના સિંહાસન ઉપર પૂર્વ-ઉત્તર મહાવિદેહક્ષેત્રની વિજયોના તીર્થકરોનો જન્માભિષેક દેવેન્દ્રો કરે છે.
પૂર્વની શિલાના દક્ષિણ તરફના સિંહાસન ઉપર પૂર્વ-દક્ષિણ મહાવિદેહક્ષેત્રની વિજયોના તીર્થકરોનો જન્માભિષેક દેવેન્દ્રો કરે છે.
પૂર્વ મહાવિદેહક્ષેત્રમાં એક સાથે બે તીર્થકરોનો જન્મ થાય ત્યારે પૂર્વના બે સિંહાસનો ઉપર તેમનો એક સાથે અભિષેક થાય.
પશ્ચિમની શિલાના ઉત્તર તરફના સિંહાસન ઉપર પશ્ચિમઉત્તર મહાવિદેહક્ષેત્રની વિજયોના તીર્થકરોનો જન્માભિષેક દેવેન્દ્રો કરે છે.
પશ્ચિમની શિલાના દક્ષિણ તરફના સિંહાસન ઉપર પશ્ચિમદક્ષિણ મહાવિદેહક્ષેત્રની વિજયોના તીર્થંકરોનો જન્માભિષેક દેવેન્દ્રો કરે છે.
પશ્ચિમ મહાવિદેહક્ષેત્રમાં એક સાથે બે તીર્થકરોનો જન્મ થાય ત્યારે પશ્ચિમના બે સિંહાસનો ઉપર તેમનો એક સાથે અભિષેક થાય.
ઉત્તરની શિલાના સિંહાસન ઉપર ઐરાવતક્ષેત્રના તીર્થકરોનો અને દક્ષિણની શિલાના સિંહાસન ઉપર ભરતક્ષેત્રના તીર્થકરોનો જન્માભિષેક દેવેન્દ્રો કરે છે.