________________
૧૮૫
મેરુપર્વત અને તેના ૧૬ નામ મેરુપર્વત અને તેના ૧૬ નામ:
મહાવિદેહક્ષેત્રના ચાર વિભાગ છે. પૂર્વવિદેહ, પશ્ચિમવિદેહ, દેવકુરુ અને ઉત્તરકુર. આ ચારેની વચ્ચે મેરુપર્વત છે. તેના ૧૬ નામ છે. તે આ પ્રમાણે -
(૧) મંદર (૭) રત્નોચ્ચય (૧૩) સૂર્યાવરણ (૨) મેરુ (૮) શિલોચ્ચય (૧૪) ગિયુત્તમ (૩) મનોરમ (૯) લોકમળ (૧૫) દિગાદિ (૪) સુદર્શન (૧૦) લોકનાભિ (૧૬) ગિર્યવતંસક (૫) સ્વયંપ્રભ (૧૧) અચ્છ
(૬) ગિરિરાજ (૧૨) સૂર્યાવર્ત દેવકુરુ-ઉત્તરકુરુ અને ગજદંતપર્વતો -
મેરુપર્વતની દક્ષિણમાં દેવકુરુ છે અને ઉત્તરમાં ઉત્તરકુરુ છે. દેવકુરુનો અધિપતિ દેવકુફ્ટદેવ છે. ઉત્તરકુરુનો અધિપતિ ઉત્તરકુરુદેવ છે. તે બન્ને ૧ પલ્યોપમ આયુષ્યવાળા છે. દેવકુરુ અને ઉત્તરકુરુ અર્ધચન્દ્રાકારે છે, પૂર્વ-પશ્ચિમ લાંબા અને ઉત્તર-દક્ષિણ પહોળા છે. દેવકુરુ વિદ્યુપ્રભ-સૌમનસ આ બે ગજદંતગિરિથી વીંટાયેલો છે. ઉત્તરકુરુ ગંધમાદન-માલ્યવંત આ બે ગજદંતગિરિથી વીંટાયેલો છે. દેવકુરની પશ્ચિમમાં વિદ્યુ—ભ છે, પૂર્વમાં સૌમનસ છે. ઉત્તરકુરુની પશ્ચિમમાં ગંધમાદન છે, પૂર્વમાં માલ્યવંત છે. તે પર્વતોના અધિપતિ તે તે નામવાળા દેવો છે. અધિપતિ દેવોના નામો ઉપરથી તે તે પર્વતોના નામ પડ્યા છે. આ ચારે પર્વતોની લંબાઈ સા. ૩૦,૨૦૯ યો. ૬ કળા છે. તેઓ વર્ષધર પર્વત પાસે પ00 યોજન પહોળા, ૪00 યોજન ઊંચા અને ૧૦0 યોજન ભૂમિમાં અવગાઢ છે. ત્યાર પછી મેરુપર્વત તરફ જતા પહોળાઈ ઘટે અને ઊંચાઈઅવગાહ વધે. મેરુપર્વત પાસે તેઓ પ00 યોજન ઊંચા, ૧૨૫ યોજન ભૂમિમાં અવગાઢ છે અને અંગુલીઅસંખ્ય જેટલા પહોળા