________________
વિચિત્રકૂટ-ચિત્રકૂટ અને યમક પર્વતો
૧૮૯ દરેક ગજદંતપર્વતની લંબાઈ = દેવકુરુ કે ઉત્તરકુરુનું ધનુપૃષ્ઠ
સા. ૬૦,૪૧૮ યો. ૧૨ ક.
-= સાધિક ૩૦,૨૦૯ યોજના ૬ કળા વિચિત્રકૂટ - ચિત્રકૂટ અને યમક પર્વતો:
નિષધપર્વતના ઉત્તર છેડાથી દેવકુમાં સાધિક ૮૩૪ યોજન જઈએ એટલે સીતોદા નદીના પૂર્વ કિનારે વિચિત્રકૂટ પર્વત છે અને પશ્ચિમ કિનારે ચિત્રકૂટ પર્વત છે.
એ જ રીતે નીલવંતપર્વતના દક્ષિણ છેડાથી ઉત્તરકુરુમાં સાધિક ૮૩૪ . યોજન જઈએ એટલે સીતા નદીના બન્ને કિનારે ૧-૧ યમક પર્વત છે.
આ ચારે પર્વતો ૧-૧ પમવરવેદિકાથી અને ૧-૧ વનખંડથી વીંટાયેલા છે. ચારે પર્વતો મૂળમાં ૧,૦00 યોજન લાંબા-પહોળા છે, વચ્ચે ૭૫૦ યોજન લાંબા-પહોળા છે અને ઉપર-૫00 યોજન લાંબા-પહોળા છે. તેઓ ૧,000 યોજન ઊંચા છે અને ર૫૦ યોજન ભૂમિમાં અવગાઢ છે. તેમની મૂળમાં પરિધિ સાધિક ૩,૧૬ર યોજન છે, વચ્ચે પરિધિ દેશોન ૨,૩૭ર યોજન છે, ઉપરની પરિધિ સાધિક ૧,પ૮૧ યોજન છે (હરિકૂટની જેમ, જુઓ પાના નં. ૧૨૮-૧૨૯).
આ ચારે પર્વતો સુવર્ણના છે. તેમની ઉપર મધ્યમાં ૧-૧ પ્રાસાદાવતુંસક છે. તે દર/ યોજન ઊંચા અને ૩૧// યોજન લાંબા-પહોળા છે. તેમાં વચ્ચે પર્વતના નામવાળા અધિપતિ દેવનું સિંહાસન છે અને તેની ચારે બાજુ સામાનિક દેવોના સિંહાસનો છે. અધિપતિ દેવોના આયુષ્ય, પરિવાર અને રાજધાની દક્ષિણભરતાધિદેવની જેમ જાણવા. વિચિત્રકૂટદેવ - ચિત્રકૂટદેવની રાજધાની મેરુપર્વતથી દક્ષિણમાં છે અને યમકદેવોની રાજધાની મેરુપર્વતથી ઉત્તરમાં છે.