________________
જંબૂવૃક્ષ
૧૯૭ ર૫૦ ધનુષ્ય પહોળા છે. ભવનની વચ્ચે મણિની ૧ પીઠિકા છે. તે ૫૦૦ ધનુષ્ય લાંબી-પહોળી અને રપ૦ ધનુષ્ય ઊંચી છે. તેની ઉપર ૧ શવ્યા છે. શેષ ૩ શાખાઓ ઉપર સર્વરત્નના ૧-૧ પ્રાસાદાવતંસક છે. તે ૧ ગાઉ લાંબા, , ગાઉ પહોળા અને દેશોન ૧ ગાઉ ઊંચા છે. તેમાં ૫૦૦ ધનુષ્ય લાંબી-પહોળી અને રપ૦ ધનુષ્ય ઊંચી ૧-૧ મણિપીઠિકા છે. તેમની ઉપર અનાદતદેવનું સર્વરત્નનું ૧-૧ સિંહાસન છે. વિડિમાની ઉપર ૧ સિદ્ધાયતન છે. તેનું પ્રમાણ પ્રાસાદાવતંસક જેટલું છે. તેમાં વિવિધ મણિના સેંકડો થાંભલા છે. ભવનના દ્વાર જેવા તેમાં પણ ૩ દ્વાર છે. સિદ્ધાયતનની મધ્યમાં ભવનની મણિપીઠિકા જેવી ૧ મણિપીઠિકા છે. તેની ઉપર સર્વરત્નનો ૧ દેવછંદો છે. તે ૫૦૦ ધનુષ્ય લાંબો-પહોળો અને સાધિક ૫૦૦ ધનુષ્ય ઊંચો છે. તેમાં ૫૦૦ ધનુષ્યની ૧૦૮ જિનપ્રતિમા છે. તે સિદ્ધાયતન ફૂટની જિનપ્રતિમા તુલ્ય છે.
આ મૂળ જંબૂવૃક્ષની ચારે બાજુ ફરતા પહેલા વલયમાં બધી રીતે તેના કરતાં અડધા પ્રમાણવાળા ૧૦૮ જંબૂવૃક્ષ છે. પદ્મદ્રહના બીજાત્રીજા વલયોની જેમ અહીં પણ બીજા-ત્રીજા વલયોમાં જંબૂવૃક્ષો છે. ત્યાં મહત્તરિકાઓ કહેલી, અહીં અગ્રમહિષિઓ છે. આ ત્રણ વલયો પછી ચારે બાજુ ફરતા ૩ વનખંડ છે. પ્રથમ વનખંડમાં ચારે દિશામાં ૫૦ યોજન પછી ૧-૧ ભવન છે. તે પૂર્વશાખાના ભવન જેવા છે. પ્રથમ વનખંડમાં ચારે વિદિશામાં ૪-૪ વાવડીઓ છે. તે આ પ્રમાણે
વાવડીઓના નામ | વિદિશા પૂર્વમાં | દક્ષિણમાં | પશ્ચિમમાં | ઉત્તરમાં ઈશાન ખૂણામાં પહ્મા પદ્માભા | કુમુદા કુમુદાભા. અગ્નિ ખૂણામાં ઉત્પલભીમાં
નલિના |
ઉત્પલોજ્વલા ઉત્પલા નિજ્ય ખૂણામાં
ભૃગનિભા | અંજના કિજલપ્રભા | વાયવ્ય ખૂણામાં શ્રીકાંતા શ્રીમહિતા | શ્રીચંદ્રા
શ્રીનિલયા
ભંગા
| લઘુક્ષેત્રસમાસની ગાથા ૧૪૧માં આ પ્રાસાદાવતંસકની ઊંચાઈ શ્રીદેવીના ભવનની ઊંચાઈ જેટલી એટલે ૧,૪૪૦ ધનુષ્ય કહી છે.