________________
૨૦૪
મેરુપર્વતની ઊંચાઈ જાણવાનું કરણ મેરુપર્વતની ઊંચાઈ જાણવા કરણ :
ઊંચાઈ = (મૂળ પહોળાઈ – તે સ્થાનની પહોળાઈ) x ૧૧
દા.ત., જયાં પહોળાઈ ૧,000 યોજન છે ત્યાં ઊંચાઈ = (૧૦,૦૦૧ - ૧,000) x ૧૧
= ૯,૦૯૦ x ૧૧ = ૯૯,૯૯૦ + = ૧,૦૦,000 યોજન
મેરુપર્વતના ત્રણ કાંડ છે. પહેલો કાંડ ૧,000 યોજન ઊંચો છે. તે ભૂમિમાં અવગાઢ છે. બીજો કાંડ ૬૩,000 યોજન ઊંચો છે, તે ભૂમિની ઉપર છે. ત્રીજો કાંડ ૩૬,૦00 યોજન ઊંચો છે. પહેલા કાંડમાં ક્યાંક પૃથ્વી વધુ છે, ક્યાંક પત્થર વધુ છે, ક્યાંક હીરા વધુ છે,
ક્યાંક કાંકરા-વધુ છે. બીજા કાંડમાં ક્યાંક રજત વધુ છે, ક્યાંક સુવર્ણ વધુ છે, ક્યાંક એકરત્ન વધુ છે, ક્યાંક સ્ફટિકરત્ન વધુ છે. ત્રીજો કાંડ જાંબૂનદ સુવર્ણનો છે. લઘુક્ષેત્રસમાસની ગાથા ૧૧૨ની ટીકામાં કહ્યું છે કે પહેલા કાંડમાં પહેલા ૨૫૦ યોજન પૃથ્વી (માટી) મય છે, પછી રપ૦ યોજન પાષાણમય છે, પછી ર૫૦ યોજન હીરામય છે, પછી ૨૫૦ યોજન કાંકરાય છે. બીજા કાંડમાં પહેલા ૧૫,૭૫૦ યોજન સ્ફટિકરત્નમય છે, પછી ૧૫,૭૫૦ યોજના અંતરત્નમય છે, પછી ૧૫,૭૫૦યોજન રજતમય છે અને પછી ૧૫,૭૫૦યોજન સુવર્ણમય છે. મેરુપર્વતના ઉપરિતલની મધ્યમાં ૪૦ યોજન ઊંચી વર્તુળાકાર ચૂલિકા છે. તે વૈડૂર્યરત્નની બહુલતાવાળી છે. તેની ઉપર એક શાશ્વત જિનચૈત્ય છે. તે શ્રીદેવીના ભવનપ્રમાણ છે. ભદ્રશાલવન :
મેરુપર્વતની તળેટીમાં પૂર્વ-પશ્ચિમ ૪૪,000 યોજન લાંબુ અને ઉત્તર-દક્ષિણ પ00 યોજન પહોળુ મેરુપર્વતની ચારે બાજુ ફરતુ