________________
ભદ્રશાલવન
૨૦૫
વલયાકારે ભદ્રશાલવન છે. તેની ૧ દિશાની લંબાઈને ૮૮ થી ભાગતા ૧ દિશાની પહોળાઈ આવે.
૨૨,૦૦૦
૧ દિશાની પહોળાઈ
= ૨૫૦ યોજન.
८८
૧ દિશાની પહોળાઈને ૮૮ થી ગુણતા ૧ દિશાની લંબાઈ
આવે.
=
૧ દિશાની લંબાઈ = ૨૫૦ x ૮૮ = ૨૨,૦૦૦ યોજન. ભદ્રશાલવનના ૮ વિભાગ છે. એક ભાગ પૂર્વમાં છે, બીજો ભાગ પશ્ચિમમાં છે, ત્રીજો ભાગ દક્ષિણમાં વિદ્યુત્પ્રભ-સૌમનસની વચ્ચે છે, ચોથો ભાગ ઉત્તરમાં ગંધમાદન-માલ્યવંતની વચ્ચે છે. સીતોદા નદી દક્ષિણ અને પશ્ચિમ ભાગના ૨-૨ વિભાગ કરે છે. સીતા નદી ઉત્તર અને પૂર્વ ભાગના ૨-૨ વિભાગ કરે છે. આમ ભદ્રશાલવનના કુલ ૮ વિભાગ થાય છે. ભદ્રશાલવનમાં મેરુપર્વતથી ચારે દિશામાં ૫૦૫૦ યોજન જતા ૧-૧ સિદ્ધાયતન છે. તે આ પ્રમાણે - પૂર્વમાં સીતાની ઉત્તરમાં, દક્ષિણમાં સીતોદાની પૂર્વમાં, પશ્ચિમમાં સીતોદાની દક્ષિણમાં અને ઉત્તરમાં સીતાની પશ્ચિમમાં. મેરુપર્વતથી ચારે વિદિશામાં ૫૦-૫૦ યોજન જઈએ એટલે ૧-૧ પ્રાસાદ છે. તે આ પ્રમાણે-ઈશાનખૂણામાં ઉત્તરકુરુની અંદર અને સીતાની ઉત્તરમાં, અગ્નિખૂણામાં દેવકુરુની બહાર અને સીતાની દક્ષિણમાં, નૈઋત્યખૂણામાં દેવકુરુની અંદર અને સીતોદાની દક્ષિણમાં, વાયવ્યખૂણામાં ઉત્તરકુરુની બહાર અને સીતોદાની ઉત્તરમાં. સિદ્ધાયતનો ૩૬ યોજન ઊંચા, ૨૫ યોજન પહોળા અને ૫૦ યોજન લાંબા છે. તેમાં વિવિધ મણિના સેંકડો થાંભલા છે. દરેક સિદ્ધાયતનમાં પશ્ચિમ સિવાયની ત્રણ દિશામાં ૧-૧ દ્વાર છે. તે ૮ યોજન ઊંચા અને ૪ યોજન પહોળા છે. સિદ્ધાયતનની વચ્ચે ૧ મણિપીઠિકા છે. તે ૮ યોજન લાંબી-પહોળી અને ૪ યોજન ઊંચી છે. તેની ઉપર ૧ દેવછંદો છે. તે ૮ યોજન લાંબો-પહોળો અને સાધિક ૮ યોજન ઊંચો