________________
૧૯૮
જંબૂવૃક્ષ
|
– ૧
દરેક વાવડી ૧ ગાઉ લાંબી, ૧, ગાઉ પહોળી અને 1પ00 ધનુષ્ય ઊંડી છે. દરેક વાવડીની ચારે બાજુ ફરતી ૧-૧ પદ્મવરવેદિકા અને ૧-૧ વનખંડ છે. દરેક વિદિશામાં ૪-૪ વાવડીઓની મધ્યમાં ૧-૧ પ્રાસાદાવતંસક છે. તે જંબૂવૃક્ષની શાખાના પ્રાસાદાવતંસક જેવા છે. પ્રથમવનખંડમાં ૪ ભવન અને ૪ પ્રાસાદના ૮ આંતરામાં ૧-૧ ફૂટ છે. કુલ ૮ ફૂટ છે. તે વૃષભકૂટની તુલ્ય છે. મતાંતરે તે મૂળમાં ૮ યોજન, વચ્ચે ૬ યોજન, ઉપર ૪ યોજન લાંબા-પહોળા છે. તેમની મૂળમાં પરિધિ સાધિક ૨૫ યોજન છે, વચ્ચે પરિધિ = Vદ x ૬ x ૧૦ = ૩૬૦= સાધિક ૧૮ યોજન છે અને ઉપરની પરિધિ સાધિક ૧૨ યોજન છે.
૧૮.
૩૬૦ + ૧
૨ ૬૦ + ૮ | – ૨ ૨૪
૩૬ / ૦૩૬ આ દરેક ફૂટ જાંબૂનંદ સુવર્ણનું છે. તે ૧ પદ્મવરવેદિકા અને ૧ વનખંડથી વીંટાયેલું છે. દરેક કૂટની ઉપર ૧ સિદ્ધાયતન છે. તે વિડિમાના સિદ્ધાયતનની તુલ્ય છે.
જબૂવૃક્ષના ૧૨ નામ છે. તે આ પ્રમાણે - (૧) સુદર્શન (૪) યશોધરા () સુજાતા (૧૦) સૌમનસા (ર) અમોઘા (૫) ભદ્ર (૮) સુમના (૧૧) નિયતા (૩) સુપ્રબુદ્ધા (૬) વિશાલા (૯) વિદેહબૂ (૧૨) નિયમંડિતા
જંબૂવૃક્ષનો અધિપતિ અનાદતદેવ છે. તેના આયુષ્ય-પરિવારરાજધાની દક્ષિણભરતાદેવની જેમ જાણવા. તેની રાજધાની મેરુપર્વતથી ઉત્તરમાં છે. Dલઘુક્ષેત્રસમાસની ગાથા ૧૪૪ની ટીકામાં વાવડીઓની ઊંડાઈ ૨૫૦ધનુષ્ય કહી છે.