________________
૧૯૪
જંબૂવૃક્ષ જંબૂવૃક્ષ :
ઉત્તરકુરની મધ્યમાં વહેતી સીતા મહાનદી ઉત્તરકુરુના પૂર્વાર્ધ અને પશ્ચિમાઈ એમ બે ભાગ કરે છે. તેમાં પૂર્વાર્ધની મધ્યમાં જાંબૂનદસુવર્ણની જંબૂપીઠ છે. તે પ00 યોજન લાંબી-પહોળી છે. તેની પરિધિ સાધિક ૧,૫૮૧ યોજન છે. તે પીઠ મધ્યમાં ૧૨ યોજન જાડી છે. તે ક્રમશઃ ઘટતી ઘટતી અંતે ર ગાઉ જાડી છે. તેની ચારે બાજુ ફરતી ૧ સર્વરત્નની પદ્મવરવેદિકા છે. તે ૫૦૦ ધનુષ્ય પહોળી અને ૨ ગાઉ ઊંચી છે. જંબૂપીઠની ચારે દિશામાં ૩ પગથિયાવાળુ ૧-૧ દ્વાર છે. તે ૨ ગાઉ ઊંચા અને ૧ ગાઉ પહોળા છે. ધારોનો નીચેનો ભાગ વજનો છે, ઉપરનો ભાગ રિઝરત્નનો છે. લારોમાં વૈડૂર્યરત્નના થાંભલા છે, સુવર્ણરજતના ફલક છે, વૈડૂર્યરત્નના ફલકના સાંધા છે, વિવિધમણિના કઠેડા છે. ચારે તારોમાં ૧-૧ તોરણ છે. તોરણનું સ્વરૂપ પૂર્વે મુજબ જાણવું.
જેબૂપીઠની મધ્યમાં ૧ મણિમય પીઠિકા છે. તે ૮ યોજન લાંબી-પહોળી અને ૪ યોજન ઊંચી છે. તેની ઉપર જંબૂવૃક્ષ છે. તેને ફરતા ૧૨ પ્રાકારવિશેષ (વેદિકાઓ) છે. જંબૂવૃક્ષનું મૂળ વજનું છે, કંદ અરિઝરત્નનું છે, સ્કંધ વૈડૂર્યરત્નનું છે. શાખાઓ સુવર્ણની છે, પ્રશાખાઓ જાતરૂપ સુવર્ણની છે, વચ્ચેની ઉપર તરફની વિડિમા શાખા રજતની છે, પાંદડા વૈડૂર્યરત્નના છે, પાંદડાના ડીટિયા તપનીય સુવર્ણના છે, પ્રતિશાખામાં થયેલા ગુચ્છા જાંબૂનદસુવર્ણના છે, અંકુરા રજતના છે, પુષ્પો અને ફળો રત્નના છે. શાખા સહિત જંબૂવૃક્ષની પહોળાઈ અને ઊંચાઈ ૮ યોજન છે. જંબૂવૃક્ષ ભૂમિમાં ૨ ગાઉ અવગાઢ છે. જંબૂવૃક્ષનો સ્કંધ (થળ) ૨ યોજન ઊંચો અને ૨ ગાઉ પહોળો છે. વિડિમા શાખા ૬ યોજન ઊંચી છે. જંબૂવૃક્ષની ચારે દિશામાં ૧-૧ શાખા છે. તે ૩ યોજન ૩ ગાઉ લાંબી છે. પૂર્વશાખાની મધ્યમાં અનાદતદેવનું ૧ ભવન છે. તે સર્વરત્નનું છે. તે વિવિધ મણિના સેંકડો થાંભલાવાળું છે. તે ૧ ગાઉ લાંબુ, ૧, ગાઉ પહોળુ અને દેશોન ૧ ગાઉ ઊંચુ છે. તેની પશ્ચિમ સિવાયની ૩ દિશામાં ૧-૧ દ્વાર છે. તે ૫૦૦ ધનુષ્ય ઊંચા અને