________________
૧૮૬
દેવકુરુ-ઉત્તરકુરુ અને ગજદંતપર્વતો છે. તે ચારેને ફરતી ૧-૧ પર્મવરવેદિકા અને ૧-૧ વનખંડ છે. ગંધમાદન સુવર્ણનો છે, માલ્યવંત વૈડૂર્યમણિનો છે, સૌમનસ રજતનો છે, વિધુત્વભ જાત્યતપનીય સુવર્ણનો છે.
આ ગજદંતપર્વતો સીતા-સીતોદાના પ્રપાતકુંડોથી પૂર્વમાં અને પશ્ચિમમાં ર૬,૪૭૫ યોજન પછી આવેલા છે. તે આ પ્રમાણે છે -
પ્રપાતકુંડથી ગજદંતપર્વતનું અંતર = ભદ્રશાલવનની લંબાઈ + મેરુપર્વતની લંબાઈ
– (૨ ગજદંતપર્વતોની પહોળાઈ + સીતા-સીતોદાની મૂળ પહોળાઈ)
(૨૨,૦૦૦ x ૨) + ૧૦,000- (પ00 x 2) + ૫૦
૪૪,000 + ૧૦,000 – (૧000 + ૫૦)
૫૪,OOO – ૧૦૫૦
પર,૯૫૦
= ૨૬,૪૭પ યોજના
અધોલોકમાં રહેનારી ૮ દિકુમારીઓ ગજદંતપર્વતોની નીચે પોતાના ભવનમાં રહે છે. તેમના નામ આ પ્રમાણે છે – (૧) ભોગંકરા, (૨) ભોગવતી, (૩) સુભોગા, (૪) ભોગમાલિની, (૫) સુવત્સા, (૬) વત્સમિત્રા, (૭) પુષ્પમાલા અને (૭) નંદિતા.2
| કલ્પસૂત્રની ટીકામાં આને અનિંદિતા કહી છે.